દશામાનું વ્રત અષાઢ વદ અમાસથી શરૂ થાય છે. દસમે દિવસે તે પૂર્ણ છે. માટીમાંથી દશામાનું વાહન જે સાંઢણી છે તેની મૂર્તિ બનાવી તેના પર દશામા પધાર્યાં છે તેવો ભાવ કરી પ્રાતઃકાળે સ્નાન કરી, ધૂપ-દીવો કરી, શ્રદ્ધાપૂર્વક દશામાની કથા સાંભળવાની હોય છે. દસમે દિવસે એ સાંઢણી નદીમાં કે ગામની ભાગોળે નિશ્ર્ચિત સ્થળે મંદિર પધરાવવાનાં હોય છે.
ત્યારે આ વર્ષે અધિક શ્રાવણ હોવાથી તા.16/8/2023 થી શ્રી દશામાં મંદિર નાની વાવડી મુકામે દશા માં ના વ્રત શરુ કરવામાં આવશે. તેમજ તા.25/8/2023 નાં રોજ વ્રત પૂર્ણ થતા હોવાથી શ્રી દશામાં મંદિર નાની વાવડી મુકામે છેલ્લા દિવસનું જમણવાર તથા સવારે હવન અને રાત્રે રાસ ગરબાનુ ભવ્ય પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સર્વે જનતાને પધારવા દશામાં મંદિર તરફથી હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું છે.