એક તરફ ઠેર ઠેર ધર્મ અને જાતિના નામે કોમી હિંસાના બનાવો બની રહ્યા છે, તેવા સમયમાં દેશને એકતા અને ભાઈચારાનો સુંદર સંદેશો આપવા હઝરત બાવા અહમદશાહ ગૃપ – મોરબી દ્વારા 23માં હિન્દુ – મુસ્લિમ સર્વજ્ઞાતિય સમુહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે.
હઝરત બાવા અહમદશાહ ગૃપ – મોરબીના જણાવ્યા અનુસાર, આગામી તા.૨૮-૫-૨૦૧૩ને રવિવારના રોજ 23માં હિન્દુ – મુસ્લિમ સર્વજ્ઞાતિય સમુહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. બ્રાહ્મણની વાડી, મકરાણીવાસ, જેઈ રોક પાછળ, મોરબી ખાતે સવારે ૧૦-૦૦ કલાકે સમુહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ખાસ એનાઉન્સર તરીકે ડો. શૈલેષભાઈ પી. રાવલ (પી.એચ.ડી.) ઉપસ્થિત રહેશે. જયારે મુખ્ય મહેમાન તરીકે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, સાંસદ વિનોદભાઈ ચાવડા, સાંસદ મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્ય કાન્તીલાલ અમૃતીયા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, જીલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરા, પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ જયંતીભાઈ કવાડિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. ત્યારે સમસ્ત ગુજરાત અને દેશને કોમી એકતાનો રચનાત્મક રાહ દર્શાવનાર હઝરત બાવા અહમદશાહ ગૃપ – મોરબીના સૈયદ અતા-એ-રસૂલબાવા તથા હાજી અહેમદહુશેન બાપુ એસ. કાદરી દ્વારા આ પ્રસંગે મોરબીની જાહેર જનતાને ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.