આમરણ પંથકમાં કોમી એકતાના પ્રતીક એવા દાવલાશાપીરનો ૫૩૨ માં ઉર્ષની ધામધુમ પુર્વક ઉજવણી કરવામાં આવશે. આગામી તા. ૧૦ મે શનિવારનાં રોજ ઉજવણી કરવામાં આવશે. જેમાં દિવસ દરમિયાન ન્યાઝ તેમજ દર્શન માટેના કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું છે….
આમરણ ગામે આવેલ હજરત દાવલશાપીર રહેમતુલ્લા અલયહનો ઉર્ષ તા. ૧૦ મે શનિવારનાં રોજ ૫૩૨ મો ઉર્ષ ઉજવવામાં આવશે. શનિવારનાં રોજ ઉર્ષ નિમિત્તે બપોરે ન્યાઝ જસદણ વાળા ફનીફભાઈ તરફથી અને સાંજે ન્યાઝ જામનગર વાળા એરડીયા ગ્રુપ તરફથી કરવામાં આવશે. શનિવારે રાત્રે ૧૦ વાગ્યે દરગાહ ગેટ બંધ કરી શંદલ અને ગુસલ શરીફ કરવામાં આવશે. અને રાત્રે ૧૨ વાગ્યે દરગાહ ગેટ ખોલી યાત્રાળુઓ દર્શન કરી શકશે. પહેલી સોળ (ચાદર) સૈયદ જા બાપુ માંગરોળ તરફથી ચડાવવામાં આવશે. તેમ મુંજાવર બુખારી અલ્હાજ બાપુ અને કાસમ મિયા મુસામિયા બુખારી મોબાઇલ નં. ૭૫૬૭૬ ૦૮૨૬૦ અને ૯૮૨૪૮ ૭૧૩૫૬ દ્વારા યાદીમાં જણાવવામાં આવ્યું છે.