Sunday, November 17, 2024
HomeGujaratમોરબીમાં નવ વર્ષ પહેલાં થયેલ બાળકના અપહરણ બાદ નિર્મમ હત્યા કેસની તપાસ...

મોરબીમાં નવ વર્ષ પહેલાં થયેલ બાળકના અપહરણ બાદ નિર્મમ હત્યા કેસની તપાસ CBI ને સોંપવા હાઇકોર્ટનો હુકમ

મોરબીમાં નવ વર્ષ પૂર્વે વર્ષ ૨૦૧૫માં નિખિલ ધામેચા નામના ૧૪ વર્ષીય બાળકનાં અપહરણ બાદ હત્યા થયાની ચકચારી ઘટના સામે આવી હતી જે કેસમાં હજુ આરોપીની ઓળખ પણ મળી નથી જે કેસની તપાસ હવે CBI સોંપવાનો હાઇકોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે.બનાવ સમયે આ કેસની તપાસ મોરબી સિટી એ ડિવિઝન પોલીસે કરી હતી અને તે બાદ તપાસ CID ક્રાઈમને સોંપાઈ હતી.ત્યારે આ કેસમાં કોઈ નિવેળો ન આવતા વર્ષ ૨૦૨૦માં મૃતક બાળકના પિતા એ આ કેસની તપાસ CBI ને સોંપવાની હાઇકોર્ટમાં અરજી કરી હતી.

- Advertisement -
- Advertisement -

મોરબીમાં નવ વર્ષ પહેલાં ૨૦૧૫માં થયેલ બાળકના અપહરણ બાદ હત્યા કેસની તપાસ CBIને સોંપવામાં આવી છે. મળતી માહિતી અનુસાર, મોરબીમાં રહેતા દરજી કામ કરતા સામાન્ય પરિવાર ના ૧૪ વર્ષીય બાળક નિખિલ ધામેચાનું સ્કૂલેથી અજાણ્યા વ્યક્તિએ અપહરણ કર્યું હતું. અપહરણ બાદ ત્રણ દિવસે બાળકની ક્રૂર રીતે હત્યા કરાયેલ મૃતદેહ મોરબીના રામઘાટ નજીક બાચકામાંથી મળી આવ્યો હતો. જે અંગે મોરબી સિટી એ ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી હતી અને તે બાદમાં તપાસ CID ક્રાઈમને સોંપાઈ હતી. પરંતુ તપાસ બાદ પણ આરોપીની ઓળખ સુદ્ધાં ન મળતાં મૃતક બાળકના પરિવારજનોએ તપાસ CBI ને સોંપવા વર્ષ ૨૦૨૦માં ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. જે અરજીની સુનાવણી થતાં ગત તા.૧૬ ઓગસ્ટના રોજ તપાસ CBI ને સોંપવા ગુજરાત હાઇકોર્ટ દ્વારા હુકમ કરાયો છે.પોતાના માસુમ બાળકના હત્યારાને CBI શોધી કાઢશે અને તેઓને ન્યાય મળશે તેવી આશા મૃતકના પિતા વ્યક્ત કરી રહ્યા છે.

 

શુ હતો સમગ્ર બનાવ?

મોરબી સૌરાષ્ટ્રના પેરીસ તરીકે ઓળખાતા મોરબીમાં રહેતા અને દરજી કામ કરી ગુજરાન ચલાવતા સામાન્ય પરિવારના ૧૪ વર્ષનો એકના એક પુત્ર નિખીલ પરેશભાઈ ધામેચા તપોવન વિદ્યાલય માં અભ્યાસ કરતો હતો અને અભ્યાસ પૂર્ણ થયા પછી શાળાએથી છૂટ્યા બાદ તા.૧૫-૧૨-૨૦૧૫ ના રોજ ભેદી સંજોગોમાં લાપત્તા થઇ ગયો હતો. તેની સાયકલ પણ તેની શાળા નજીકથી રેઢી મળી આવી હતી મોરબી એ ડિવિઝન પોલીસે તાબડતોબ અપહરણનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો હતો.

શાળાના એક વિદ્યાર્થીએ નિખીલને અજાણ્યા યુવક સાથે બાઇકમાં જતો જોયો હોવાનું જણાવ્યું હતું અને સીસીટીવી ફૂટેજમાં પણ નિખીલ જેવો જ બાળક એક એક્ટિવા સ્કૂટર પાછળ બેસીને જતો પોલીસને દેખાયો હતો. જોકે ફૂટેજમાં બન્નેના ચહેરા ઝાંખા દેખાતા હોવાથી બાળક નિખીલ જ હતો કે અન્ય કોઇ તે કહેવું અશક્ય હતું. પોલીસે જુદી જુદી ટિમો બનાવી તપાસ નો ધમધમાટ શરૂ કર્યો હતો મોરબી જીલ્લાના તમામ કાળા એક્ટિવાના માલિકોને બોલાવવામાં આવ્યા હતા અને રાત દિવસ એક કરી તમામ ના પાસો તપાસવામાં આવ્યા હતા પરંતુ એ સમયના એસપી જ્યપાલસિંહ રાઠોડ અને ડીવાયએસપી રાજદીપસિંહ ઝાલા તેમજ પીઆઈ એન કે વ્યાસની ટીમને રાત દિવસની મહેનત બાદ પણ કોઈ સફળતા મળી ન હતી.

ત્રણ દિવસ પછી રામઘાટ નજીકથી એક કોથળામાંથી લાપત્તા નિખીલની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી જોત જોતામાં આ કેસ ઘૂંટાતો જતો હતો માસૂમ નિખીલ ની આડેધડ છરીના ૧૧ જેટલા ઘા મારીને નિર્મમતાથી હત્યા કરી દેવામાં આવી હતી માસૂમ નિખિલ કે તેના પરિવારને કોઇ સાથે દુશ્મનાવટ ન હતી તેઓ સામાન્ય જીવન જીવી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા હતા અને ન તો આ ત્રણ દિવસમાં ખંડણી માટે કોઇ ફોન આવ્યા ન હતા તો બીજી બાજુ પોલીસને પણ કોઇ પુરાવાઓ પણ મળતા ન હતા આ માસુમની હત્યાના ભારે ઘેરા પ્રત્યાઘાતો મોરબી શહેરમાં પડ્યા હતા અને પોલીસે પણ ઉંધા માથે આરોપીઓ સુધી પહોંચવા રાત દિવસ એક કર્યા હતા.પરંતુ પોલીસ ને નિષ્ફડતા મળી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!