હળવદમાં મારામારીની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં ઈસમોએ “નવી ગાડી લીધેલ છે તો શુ ગામમાં સિનસપાટા મારેશ” તેમ કહી યુવક તથા તેના પરિવાર પર ઘાતકી હુમલો કર્યો હતો. જે સમગ્ર મામલે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી અનુસાર, હળવદનાં રણછોડગઢ ગામે રહેતા સંજયભાઇ દેવશીભાઇ સુરેલા ગત તા.૩૦/૦૮/૨૦૨૩નાં સાંજના સમયે પોતાના ગામના ભરતભાઇ ગંગારામભાઇની દુકાને બેઠા હોય ત્યારે વિક્રમભાઇ મુળજીભાઇ ફિસડીયાએ આવી ફરીયાદીને તે નવી ગાડી લીધેલ છે તો શુ ગામમાં સિનસપાટા મારેશ તેમ કહી ફરીયાદીને ગાળો આપી ઝપાઝપી કરી બાદ ફરીયાદી પોતાના ઘરે જતા રહેલ હોય ત્યારે વિક્રમભાઇ મુળજીભાઇ ફિસડીયા, ચંદ્રિકાબેન વિક્રમભાઇ કોળી, વિરમભાઇ મુળજીભાઇ કોળી તથા પફાભાઇ દિનેશભાઇ કોળી (રહે. બધા રણછોડગઢ ગામ, તા.હળવદ જી.મોરબી) પોતાના હાથમાં હથિયાર લઇ આવી ફરીયાદીને માથામા તથા ડાબા હાથના પંજામાં ધારીયાથી મારી ઇજા કરી તથા ધોકાથી શરીરે મુંઢ ઇજાઓ કરી તથા સાહેદ પ્રેમીલાબેનને ધોકા વતી ડાબા પગમાં મારી ઇજા કરી તથા સાહેદ માનુબેન ધોકા વડે માંથામાં મારી ફુટની ઇજા કરી તથા સાહેદ જયદિપભાઇને પાઇપ વતી પેટના ભાગે મુંઢ ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.