Sunday, May 19, 2024
HomeGujarat'આ બાજુ કુદરતી હાજતે આવવું નહિ' કહી યુવાનને ઢીબી નાખી છરી વડે...

‘આ બાજુ કુદરતી હાજતે આવવું નહિ’ કહી યુવાનને ઢીબી નાખી છરી વડે હુમલો

મોરબી તાલુકાના મકનસર ગામે યુવાનને કુદરતી હાજતે જવા માટે આ બાજુ ન આવવાનું કહી ચાર શખ્સોએ ઢીબી નાખ્યો હોવાની અને જાનથી મારી નખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ છે.ઉપરાંત છરી વડે હુમલો કરાયાની પણ રાવ કરાઈ છે.

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકાના નવા મકનસર ગામે રહેતા કુંવરજીભાઇ બચુભાઇ પરમાર ( ઉ.વ .૨૯)એ છગનભાઈ ઉર્ફે સુનિલ જેસીંગભાઇ પરમાર , કિશોર બાબુભાઇ ગોહેલ , આનંદ બાબુભાઇ ગોહેલ , સંજયભાઈ ઉર્ફે લાલો પરશોતમભાઈ પરમાર સહિતના આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે ગત તા .૬ ના રોજ રાત્રીના આશરે આઠેકા વાગ્યાના સુમારે મકનસર ગામેં પાણીના ટાંકા પાસેથી તેઓ પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન એક આરોપીએ ફરિયાદીને અટકાવી આ બાજુ કુદરતી હાજતે જવા નહી આવવાનું તેમ કહી ગાળો આપી હતી જેથી ફરીયાદીએ ગાળો આપવાની ના પાડતા આરોપીઓએ ઉશ્કેરાઇ જઇ તમામે એક સંપ થઈ કુંવરજીભાઈને ઢીકા પાટુનો મુંઢ માર મારી ફરીયાદીને માથાના ભાગે છરી વડે હુમલો કર્યો હતો. આ ઉપરાંત પથ્થરના ઘા ઝીંકી મારી મારી નાખવાની ધમકી આપતા પોલીસે ફરિયાદ લઈ વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!