હળવદ તાલુકાના ટીકર (રણ) ગામે મીઠાના અગર વિસ્તારમાં અગરિયા પરિવારોના આરોગ્યનું સર્વઘન કરવાના હેતુસર તાજેતરમાં મોરબી જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા, તાલુકા હેલ્થ ઓફીસ હળવદ, મોબાઈલ યુનિટ ટીકર (રણ) દ્વારા સર્વરોગ નિદાન-સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સર્વરોગ નિદાન-સારવાર કેમ્પમાં ૨૧૦ લોકોએ લાભ લીધો હતો.
ટીકર (રણ) ગામે યોજાયેલા સર્વરોગ નિદાન-સારવાર કેમ્પમાં ડૉ.ચિરાગ પટેલ, બાળરોગ નિષ્ણાત ડૉ.વૈશાલીબેન પટેલ, ચામડીના રોગોના નિષ્ણાત ડૉ. ભાવિન ભટ્ટી, ટી.એચ.ઓ. ડૉ. કિશન દેથરીયા, ઓર્થોપેડિક ટી.એચ.ઓ. તેમજ સ્ત્રી રોગ નિષ્ણાત મારુતસિંહ ભારતસિંહ બારૈયા-મોરબી જિલ્લા કો-ઓર્ડીનેટર અગરિયા હિતરક્ષક મંચ અને મોબાઈલ યુનિટ ટીકર (રણ) ની ટીમે હાજર રહીને સેવા આપી હતી. આ સર્વરોગ નિદાન-સારવાર કેમ્પમાં ટીકર રણ વિસ્તારના અગરિયા ભાઈ-બહેનો તેમજ બાળકો મળીને કુલ ૨૧૦ લોકોએ આરોગ્યની સેવાનો લાભ લીધો હતો.