મોરબીના ઘૂટું નજીકની પોલીટેકનીક કોલેજ ખાતેથી આજે ઈવીએમ મશીન ડીસ્પેચ શરુ કરવામાં આવ્યા હતા જે ત્રણ તબક્કે કરાયા હતા જેથી ભીડ એકત્ર ના થાય તે ઉપરાંત ચૂંટણી અધિકારીએ માહિતી આપતા જણાવ્યું હતું કે મતદાન મથકો પર ૨૨૦૦ નો પોલીંગ સ્ટાફ ઉપરાંત ૯૦૦ આરોગ્યનો સ્ટાફ તૈનાત રહેશે અને મતદાન મથકો પર કુલ ૪૦૦૦ નો સ્ટાફ ફરજ પર તૈનાત રહેશે દરેક મતદાન મથકના મુખ્ય ગેટ પર આરોગ્યના બે કર્મચારી ઉપસ્થિત રહેશે જે હેન્ડ સેનેટાઈઝ ઉપરાંત માસ્ક ના હોય તેવા નાગરિકોને માસ્ક વિતરણ સહિતની વ્યવસ્થા પણ કરવામાં આવી છે
કોરોના મહામારી વચ્ચે ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે આરોગ્ય વિભાગ પુરતી તકેદારી રાખશે અને મતદાન દરમિયાન કોરોના સંક્રમણ ના ફેલાય તે માટે તમામ સ્ટાફને પણ યોગ્ય સૂચનાઓ આપવામાં આવી છે તો આરોગ્ય ટીમો પણ સતત ફરજ પર હાજર રહીને નાગરિકોને સોશ્યલ ડીસટન્સ જાળવવા સહિતની કાળજી રાખશે.