Friday, January 10, 2025
HomeGujaratઝૂલતા પુલ દુર્ધટના કેસના આરોપી જયસુખ પટેલ જામીન અરજીની સુનવણી પૂર્ણ:૧ એપ્રિલના...

ઝૂલતા પુલ દુર્ધટના કેસના આરોપી જયસુખ પટેલ જામીન અરજીની સુનવણી પૂર્ણ:૧ એપ્રિલના રોજ નિર્ણય

જયસુખ પટેલએ વળતર ચૂકવવા સામેથી જવાબદારી ઉપાડી છે એટલે તે પોતે જવાબદાર હોવાનું તેણે સ્વીકારી લીધું છે હવે કોર્ટે સજા શું આપવી એ જ નક્કી કરવાનું છે:સરકારી વકીલ એસ.કે.વોરા

- Advertisement -
- Advertisement -

મોરબી ઝૂલતા પુલ દુર્ધટના કેસમાં જયસુખ પટેલ દ્વારા અગાઉ વચગાળાની ની જામીન અરજી કરવામાં આવી હતી જોકે તે જામીન અરજી કોર્ટ દ્વારા રદ કરવામાં આવી હતી ત્યારે ગત તા.૨૩ માં રોજ જયસુખ પટેલ દ્વારા રેગ્યુલર જામીન અરજી કરવામાં આવી હતી જેની સુનવણી આજે મોરબી કોર્ટમાં કરવામાં આવી હતી અને બન્ને પક્ષોની દલીલ સાંભળ્યા બાદ કોર્ટે આગામી તારીખ ૧ એપ્રિલ ના રોજ જામીન અરજી અંગે હુકમ કરવાનો નિર્ણય કર્યો હતો.

જે દરમિયાન જયસુખ પટેલ ના વકીલ દ્વારા દલીલો કરવામાં આવી હતી કે જયસુખ પટેલ નો આવો કોઈ ઈરાદો ન હતો અને મોરબી નગરપાલિકા દ્વારા કરાર કરવામાં આવ્યો છે જેમાં મોરબી નગરપાલીકા એ ફિટનેસ સર્ટિફિકેટ લેવા અંગે કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો જેથી ફિટનેસ સર્ટિફકેટ લીધેલ નથી અને જયસુખ પટેલ દ્વારા ઐતિહાસિક વારસા ને બચાવવા માટે આ ઝૂલતા પુલ ને રીનોવેટ કરી ને તેનું મેનેજમેન્ટ કરવા ની જવાબદારી ઉપાડી હતી તેમજ સાપરાધ મનુષ્યવધ ની કલમ પણ ઉમેરવામાં આવી છે પરંતુ આ પ્રકારનો કોઈ ગુનો આ કેસમાં બનતો નથી તેવી પણ દલીલ કરવામાં આવી હતી.

જ્યારે સરકારી વકીલ એ દલીલ કરતા જણાવ્યું હતું કે જયસુખ પટેલ દ્વારા આ પુલ રીનોવેટ કરવામાં.આવ્યો હતો અને તેને ખબર હતી કે આ પુલ પર ઘણા બધા લોકો અવર જવર કરશે જેથી રિનોવેટ કરવામાં કોઈ ખામી રહી જાય અને પુલ માં કઈ થાય તો ઘના લોકો ના મોત થાય તેવી પણ ખબર હતી છતાં પણ રીનોબેટ કરવામાં બેદરકારી બહાર આવી હતી જેમાં એસઆઇટી ના રિપોર્ટમાં ૮૪ માંથી ૪૧ તાર સડેલી હાલતમાં હોવાનો ખુલાસો થયો હતો તેમજ હાઇકોર્ટમાં પણ જયસુખ પટેલ એ જવાબદારી માની ને વળતર ચૂકવવા ની જવાબદારી સ્વીકારી લીધી છે ત્યારે આડકતરી રીતે જયસુખ પટેલ એ ખુદ પણ આ દુર્ધટના ની જવાબદારી લઈ લીધી કહેવાય અને જો તે જવાબદાર જ હોય તો શા માટે કરોડો રૂપિયા ના વળતર ની જવાબદારી સ્વીકારી લીધી એટલે કોર્ટે હવે જયસુખ પટેલ ને કેટલી સજા કરવી એ જ નક્કી કરવાનું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!