હળવદ શહેર કોંગ્રેસ પ્રમુખ શૈલેષભાઇ દ્વારા હળવદ પોલીસ મથક પીઆઇને લેખિત રજુઆત કરી છે કે આગામી નગરપાલિકા ચૂંટણીના ઉમેદવાર, દરખાસ્ત કરનાર તથા ટેકેદારોને બીજેપીના અમુક લોકો ધાક-ધમકી આપે છે તે બાબતે તમામને પોલીસ રક્ષણ આપવા વિનંતી સહ અપીલ કરવામાં આવી છે.
હળવદ કોંગ્રેસ પ્રમુખે લેખિત રજુઆતમાં જણાવ્યા અનુસાર આગામી નગરપાલિકા-હળવદની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ તરફથી ઉમેદવારી નોંધાવેલ ઉમેદવાર તેમજ તેના ટેકેદારો તથા દરખાસ્ત કરનારાઓને ભાજપ પક્ષના અમુક લોકો તેઓને ધાક-ધમકી આપી પ્રલોભન, દાદાગીરી કરી તેઓને તથા કુટુંબના સભ્યો, સગા-વ્હાલઓને ધમકી આપે છે, જેના કારણે ભયનો માહોલ ઉભો થતો હોય, ત્યારે સુલેહ-શાંતિનો ભંગ ન થાય તેમજ અમારા વોર્ડ નં. ૧ થી ૭ ના તમામ ઉમેદવારો, દરખાસ્ત કરનાર તેમજ ટેકેદારોને પોલીસ-રક્ષણ આપવા નમ્ર વિનંતી સહ અપીલ છે, તેમ લેખિત રજુઆતમાં જણાવવામાં આવ્યું છે.