એક સમયના શાંત ગણાતા મોરબીમાં હવે ગુન્હાઓ વધી રહ્યા છે. મારામારી, લૂંટ, ચોરી, હુમલા સાહિતના બનાવમા ચિંતાજનક વધારો આવી રહ્યો છે તેવામાં મોરબીના વીસીપરામાં યોજાયેલ એક લગ્ન પ્રસંગમાં યુવક પર ખૂની હુમલો થયો હતો. જેમાં પિતા-પુત્રે તેના બીજા પુત્રને છરી વડે પડખામાં ઇજા પહોંચાડી હતી. જે સમગ્ર મામલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, મોરબીના મહેન્દ્રપર મચ્છુ માના મંદીર પાસે રહેતા શરીફભાઇ હારૂનભાઇ કટીયા હળવદ તાલુકાના દેવળીયા ગામની સીમ ધનાળા ગામના પાટીયા પાસે મુરઘી મચ્છીની કેબીન ચલાવે છે. જ્યા તેના નાના ભાઇ શબ્બીર હારૂન તથા પિતા હારૂનભાઇ હુશેનભાઇએ બાજુમાં મુરઘી મચ્છીની કેબીન કરતા જ્યાથી તે કેબીન દુર લઇ જવા યુવકે કહેતા જે બાબતે તકરાર થયે બાદ ફરીયાદીના ભાણેજના લગ્ન પ્રસનગમાં બધા આવતા શરીફભાઇના નાનાભાઈ શબ્બીરભાઇ હારૂનભાઇ કટીયા તેની સામે મુછના આંકડા ચડાવતો હોય જેથી શરીફભાઇએ તેને થપ્પડ મારતા તકરાર ગાળા ગાળી થતા બંને આરોપી પિતા-પુત્રે છરી સાથે ફરિયાદી પાસે આવી શબ્બીરભાઇએ છરી વડે ફરિયાદીને પડખામાં ઇજા કરી શબ્બીરભાઇ હારૂનભાઇ કટીયા તથા હારૂનભાઇ હુશેનભાઇ કટીયાએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે શરીફભાઇએ પોતાના પિતા તથા નાનાભાઈ વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે.