ગુજરાતમાં શિયાળાની શરૂઆત થાય તે પહેલાં જ માવઠાની શરૂઆત થઈ ગઈ છે. 26 નવેમ્બરની સવારથી જ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાઈ ગયો છે. હવામાન વિભાગે આગાહી કરી છે તે પ્રમાણે હજી આવનારા 24 કલાક રાજ્ય માટે ભારે છે અને અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ થવાની શક્યતા દેખાઈ રહી છે. ત્યારે આગાહીને પગલે હળવદ પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. જેના કારણે અગરિયાઓને નુકશાન ભોગવવાનો વારો આવ્યો છે. હળવદનાં ટીકર રણમાં પાણી ભરાતા અગરિયાઓને હાલાકી ભોગવવી પડી રહી છે/ ટીકરના નાના રણમાં આવેલ મીઠાના અગરોમાં પાણી ભરાયાં છે. મીઠાના અગરોમાં કમોસમી વરસાદના લીધે પાણી ભરાતા સોલાર પેનલોમાં ભારે નુકશાન થયું છે.