Wednesday, January 8, 2025
HomeGujaratહળવદમાં ભારે વરસાદ:ઠેર ઠેર પાણી ભરાયાં,એક મહિલા અને એક પુરુષ તણાયા:શોધખોળ યથાવત

હળવદમાં ભારે વરસાદ:ઠેર ઠેર પાણી ભરાયાં,એક મહિલા અને એક પુરુષ તણાયા:શોધખોળ યથાવત

હળવદમાં આજે બપોર બાદ મેઘરાજાએ મનમૂકીને વરસ્યા હતા અને અતિભારે વરસાદ ને પગલે હળવદ શહેર અને હળવદના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદને કારણે નદીનાળા છલકાઈ જવા પામ્યા છે ત્યારે હળવદ તાલુકાના ધનાટ ગામે એક મહિલા અને બુટવડા ગામે પુરુષના ડૂબી જવાના બનાવ સામે આવ્યા છે.

- Advertisement -
- Advertisement -

હળવદમાં બપોર બાદ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ કરી હતી જેને પગલે હળવદ શહેર માં આવેલ નીચાણ વાલા વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા હતા અને ઘરોમાં પણ પાણી ઘુસ્વના બનાવ પણ બન્યા હતા ત્યારે હળવદમાં સવારે ૬ વાગ્યાથી લઈને રાત્રીના દશ વાગ્યા સુધીમાં 159mm વરસાદ નોંધાયો હતો.જેમાંથી 96+45 mm વરસાદ 6 વાગ્યાથી દસ વાગ્યા સુધીમાં પડ્યો હતો.

ત્યારે ભારે વરસાદને પગલે ઠેર ઠેર નદી નાળા છલકાયા હતા જેને કારણે હળવદના ધનાટ ગામે પેસેન્જર ભરેલી રિક્ષા પાણીમાં તણાઈ હતી જેમાં સવાર પાંચ પેસેન્જર પૈકી ચારનો આબાદ બચાવ થયો હતો જ્યારે ધર્મિષ્ઠાબેન વૃજલાલ પટેલ નામની મહિલા પાણીમાં તનાઈ હતી જેની શોધખોળ યથાવત છે.

જ્યારે તણાઈ જવાના બીજા બનાવમાં હળવદ ના બુટવડા ગામે આવેલ નદીમાં રમતું ભાઈ ભેચર ભાઈ ભરવાડ નામના પ્રૌઢ નદીમાં તણાયા હતા જેની પણ હાલમાં શોધખોળ ચાલુ છે.

હળવદ મામલતદાર,હળવદ પોલીસ અને ફાયર ફાયટરની અલગ અલગ ટીમો દ્વારા તમામ જગ્યાએ શોધખોળ હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!