મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના ગ્રામ્ય પંથકમાં મેઘરાજાની ધમાકેદાર ઇનિંગ જોવા મળી રહી છે. ટંકારા તાલુકાના હરબટીયાળી હરીપર હિરાપર સાવડી સરાયા નાના ખિજડીયા કલ્યાણપર ટંકારા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ નોંધાયો છે. જેને કારણે ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.
મળતી માહિતી અનુસાર, ટંકારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ નોંધાયો છે. ટંકારા તાલુકાના હરબટીયાળી હરીપર હિરાપર સાવડી સરાયા નાના ખીજડીયા કલ્યાણપર ટંકારા સહિતના ગામોમાં ધોધમાર નોંધાયો છે. જે વરસાદને કારણે નદી નાળાઓ બે કાંઠે વહેતા થયા છે.
ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદના પગલે જન જીવન પ્રભાવિત જોવા મળી રહ્યું છે.તેમજ નેસડા સુરજી ગામે કોઝવે પર બાઈક સ્લીપ થતાં બાઈક તણાયું બાઈક સવાર બન્ને યુવકોનો બચાવ થયો હતો.સાવડી ગામે બે લોકો પાણીના વહેણ વચ્ચે ફસાયા હતા ગ્રામજનોએ બન્નેને હેમખેમ બહાર કાઢ્યા હતા.અને ઓટાળા ગામે વૃદ્ધ પાણીના વહેણ વચ્ચે ફસાયા વૃદ્ધને બચાવવા માટે પ્રયત્નો ચાલુ છે.ગામના રસ્તાઓ પર નદીઓ ની જેમ પાણી વહેવા માંડ્યું છે તો બીજી ધોધમાર વરસાદ પડતાં ખેડૂતો ખુશ ખુશાલ નજરે પડી રહ્યા છે.