Wednesday, October 30, 2024
HomeGujarat'હેલ્પ ફોર દિયા ' 12 વરસ ની દીકરી દિયા ને આપણી મદદ...

‘હેલ્પ ફોર દિયા ‘ 12 વરસ ની દીકરી દિયા ને આપણી મદદ ની જરૂર છે ..

ચંદ્રકાન્ત ભાઈ મેહતા આમ મૂળ જાજાસર ના વતની પણ છેલ્લા ઘણા વર્ષો થયા રાજકોટ માં રહે છે તેઓ 32 વરસ થયા પ્રાઇવેટ નોકરી કરતા હતા એ પણ 8000 પગાર માં પણ ચંદ્રકાન્ત ભાઈ ને કેન્સર થતા એ નોકરી પણ ગુમાવી પડી.હવે ચંદ્રકાન્ત ભાઈ ને ગળા માં નળી લગાવી છે તેઓને ખોરાક એ નળી વાટે જ લય રહ્યા છે .

- Advertisement -
- Advertisement -

નોકરી જતા પુત્ર એ રીક્ષા ચલાવવાનું કામ શરૂ કર્યું પરંતુ કહેવાય છે ને કે દુઃખ આવે ત્યારે એ કાંકરો પડશે કે પહાડ તૂટશે એ નક્કી નથી હોતું એ જ રીતે ચંદ્રકાંતભાઈ ના પુત્ર ની રીક્ષા લોકડાઉન ના હિસાબે બન્ધ રહેતા એ રીક્ષા પણ ગઈ પછી તેને હોસ્પિટલ માં દર્દીઓ ની વહીલચેર ખેંચવી કે સ્ટ્રેચર ખેંચવા નું કામ કરવાનું નક્કી કર્યું અને એમાં એનો પગાર હતો 10000 અને આ મોંઘવારી ના જમાના માં નજીવો ઘરખર્ચ પણ માંડ માંડ નીકળી શકે અને હજી માંડ ઘર નું ગાડું પાટે ચડતું હતું તે જ સમયે તેની દીકરી દિયા ને ડેન્ગ્યુ થયો અને પછી એમાંથી કમળો થયો 5 -6 દિવસ દાખલ કરી છતાં તબિયત માં સુધારો ન થતા અને અમદાવાદ હોસ્પિટલ એ લઈ ગયા જ્યાં 12 વરસ ની દિયા ને દાખલ કરવામાં આવી અને ડોકટર એ જણાવ્યું કે દિયા ને ‘જીવવા માટે લીવર ટ્રાન્સપ્લાન્ટ ની જરુર પડશે .’ મહેતા પરિવાર પર એક પછી એક મુશ્કેલી ઓ આવી અને હવે આ 10000 ના પગાર માં અને ઘરમાં એક કેન્સર ના દર્દી એ ઘર કેમ ચલાવતો હશે અને આ લીવર ટ્રાન્સપ્લાન્ટ ઓપેરેશન માટે મતલબ જોવા જઈએ તો પોતાની દીકરી ની જિંદગી માટે એને 20 લાખ રૂપિયા ની જરુર છે. જે અમદાવાદ ઝઈડ્સ હોસ્પિટલ માં દાખલ છે અને 30 તારીખ થી હોસ્પિટલ માં દાખલ છે જેને હજી 1 મહિના માટે હોસ્પિટલ માં દાખલ રાખવામાં આવશે જેનો  20 લાખ રૂપિયા નો ખર્ચ થશે એવું હોસ્પિટલ દ્વારા જણાવવામાં આવ્યું છે.

પરંતુ દિયા ના પરિવારજનો પોતાની દીકરી ના જીવન માટે સમાજ પાસે મદદ માંગી રહ્યા છે અને દરેક લોકો ને  માનવતા ના ધોરણે મોરબી મિરર ની ટિમ અપીલ કરે છે કે 12 વરસ ની આપણી દીકરી દિયા ને બનતી મદદ કરશો .નીચે બેન્ક એકાઉન્ટ ની માહિતી આપવામાં આવી છે યથા શક્તિ મુજબ આપ મદદ કરી શકો છો અને આવો આપણી દીકરી દિયા નું જીવન સૌ સાથે મળી ને બચાવીએ.

નિતીનકુમાર ચંદ્રકાન્ત મેહતા
એકાઉન્ટ નંબર -353701501680
ICICI BANK IFSC CODE-
ICIC0003537
મો.નં .8128057141

મોરબી માં રહેતા લોકો જો ઓનલાઈન ફાવતું ન હોય અને રોકડ કે ચેક થી દાન આપવા માંગતા હોય તો કેયુરભાઈ પંડ્યા -9429484440,કિશોરભાઈ શુક્લ- 98257 41868 અથવા અમુલભાઈ જોષી-9227100011  પર સંપર્ક કરે .

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!