ટંકારા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લજાઈનાં નસીતપર ગામે આરોગ્ય ખાતામાં કામગીરી બજાવતા જગદીશભાઈ જાનીનું આવતીકાલે સવારે મગજનું ઓપરેશન કરવામાં આવનાર છે. ત્યારે તેમની આર્થિક સ્થિતિ ખરાબ હોવાથી તેમની મદદ માટે જાહેર જનતા પાસે ગુહાર લગાડવામાં આવી છે.
જાહેર જનતા પાસે મદદ માંગતા કહ્યું, ટંકારા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લજાઈનાં નસીતપર ગામે આરોગ્ય ખાતામાં કામગીરી કરતા જાની જગદીશભાઈ એસ. ને આવતીકાલે સવારે ભાવનગરની પ્રાઇવેટ હોસ્પિટલમાં મગજનું ઓપરેશન છે અને ઓપરેશનમાં રૂપિયા 2,00,000 (બે લાખ)થી વધુ ખર્ચ થાય તેમ છે. તેમના પરિવાર ની સ્થિતિ વિષે વાત કરીયે તો તેમના પિતાનું અવસાન પામેલ છે અને માતાવિકલાંગ છે તેમજ પત્નીને પણ બીમારી છે.જેથી પુરા ઘરની જવાબદારી અને પરિવારનો સારવાર ખર્ચ ની જવાબદારી જગદીશભાઈના શિરે છે.તો તમામ સેવાભાવી લોકોને આર્થિક સહાય કરવા વિનંતી કરવામાં આવી છે. ઓપરેશન તાત્કાલિક કરવું પડે તેમ છે તેમજ સરકારી હોસ્પિટલમાં માં કે આયુષ્માન કાર્ડમાં આ ઓપરેશન થઇ શકે તેમ નથી. એટલા માટે પ્રાઇવેટ હોસ્પિટલમાં ન્યુરોસર્જન પાસે કરવું પડે તેમ છે. ઓનલાઇન આર્થિક મદદ કરવા માટે તેઓના ફોન પે નંબર 9714418030 છે.