ABVP મોરબી દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ ના પરીક્ષાર્થીઓ માટે હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં વિધાર્થીઓને મૂંઝવતા પ્રશ્નોનાના ઉકેલ માટે સ્થાનિક પ્રતિનિધિઓના સંપર્ક રૂપે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે. અજાણે રીશિપ્ટ ભૂલી ગયા હોઈ, કોઈ સ્થળથી અજાણ હોય, ઉપરાંત અન્ય કોઈ પણ માહિતી માટે હેલ્પલાઈનનો સંપર્ક કરી શકાશે.
ABVP મોરબી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, બોર્ડની પરીક્ષામાં વિધાર્થીઓને મૂંઝવતા પ્રશ્નોના ઉકેલ માટે ABVPના સ્થાનિક પ્રતિનિધિઓના સંપર્ક રૂપે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે. જેમાં કોઈ સ્થળથી અજાણ હોય, ઉપરાંત અન્ય કોઈ પણ માહિતી માટે આ નંબર પર સંપર્ક કરવા જણાવેલ છે. જ્યારે બોર્ડની પરીક્ષા આવવાની હોઈ ત્યારે વિધાર્થીઓ ચિતામાં આવી જતા હોય છે. પેપરના ડરથી ભૂતકાળમાં પણ ઘણા વિદ્યાર્થીઓ ન ભરવાના પગલાં ભર્યાં છે. આ ઉપરાંત ABVP મોરબીએ ધોરણ 10 અને 12ના તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.આ સાથે ABVP મોરબી નગરમંત્રી શિવાંગભાઈ નાનક (મો.9925565508) દ્વારા જણાવવામાં આવ્યું કે, પરીક્ષા દરમ્યાન વિદ્યાર્થીને કોઈપણ મુશ્કેલી હોય તો કર્મદીપસિંહ ઝાલા (9662389123), રાજદીપસિંહ જાડેજા (8238315600)ના નંબર પર સંપર્ક કરવો.