Monday, January 27, 2025
HomeGujaratમોરબીમાં વધુ એક સગીરા સાથે વિધર્મી યુવકે દુષ્કર્મ આચર્યું:સગીરા ને રોઝા રાખવા...

મોરબીમાં વધુ એક સગીરા સાથે વિધર્મી યુવકે દુષ્કર્મ આચર્યું:સગીરા ને રોઝા રાખવા દબાણ કરતો હોવાનો ઘટસ્ફોટ

રવાપર ગામ પાસે આવેલ રેસ્ટોરન્ટ માં બેસવા બનાવેલ પ્રાઇવેટ કેબિનમાં તેમજ કપડાના શો રૂમમાં ચેન્જ રૂમમાં આચર્યું દુષ્કર્મ

- Advertisement -
- Advertisement -

મોરબીમાં હજુ બે દિવસ અગાઉ વિધર્મી યુવક દ્વારા સગીરા સાથે દુષ્કર્મ કરવાની ફરિયાદ નોંધાઈ હતી જેમ આરોપીને જેલ હવાલે પણ કરી દેવા આવ્યો છે ત્યારે બધું બે વિધર્મી યુવક દ્વારા સગીરા સાથે દુર્ષ્ક્રમ આચર્યાની બનાવ સામે આવ્યો છે જેમાં મોરબીના નામાંકીત કપડાના શો રૂમ માં નોકરી કરતા ઇસમ અને તેના મિત્રએ સગીરા ને બ્લેકમેઇલ કરી ને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું જેથી સમગ્ર મામલે સગીરાની માતાએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

જેમાં સગીરાની માતાની ફરિયાદ અનુસાર તેઓ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રહે છે અને ભોગ બનનાર સગીરા ના પિતાનુ અવસાન થયેલ છે ભોગ બનનાર સગીરા મોરબીની ઇંગ્લિશ મિદિયમ સ્કૂલમાં અભ્યાસ કરે છે જ્યાં થોડા સમય અગાઉ સગીરાનું સ્કૂટર પાર્કિંગ માં ફસાઈ ગયું હતી ત્યારે તકનો લાભ લઇ વિધર્મી યુવક  દ્વારા સગીરાને સ્કૂટર કાઢવામાં મદદ કરી હતી બાદમાં આ યુવકે તેના અન્ય મિત્ર મુસ્તુફા દલવાણી (રહે. કાલિકા પ્લોટ) મારફતે સનેપ ચેટ નામની એપ માં સગીરાનો સંપર્ક કરવો મિત્રતા કેળવી હતી અને બાદમાં સગીરાને ફોસલાવી ને મોરબીની નામાંકીત કપડાના શો રૂમ માં જ્યાં આરોપી નોકરી કરતો હતો ત્યાં બોલાવી ને શો રૂમ ના ચેન્જ રૂમ માં સગીરા સાથે ઉગ્ર જાતીય સંબંધ બાંધ્યા હતા અને આપત્તિજનક ફોટા પાડી લીધા હતા અને ત્યાર બાદ ફોટા નો દુરુપયોગ કરી બ્લેક મેલ કરતા આરોપી મુસ્તુફા એ રવાપર ગામ નજીક આવેલ ફૂડ એન્ડ જોય નામના કાફેમાં લઇ જઇ કપલ માટે બનાવેલ બોક્ષમાં એકાંત નો લાભ લઈને ત્યાં પણ ફોટા બતાવી સગીરાને શરીર સંબંધ બાંધવા ફરજ પાડી હતી.

આ સમગ્ર મામલામાં ચોંકાવનારી બાબત એ છે કે આરોપી ભોગ બનનાર સગીરા સાથે દુષ્કર્મ તો ગુજારતો હતો પરંતુ સાથે રમજાન મહિનામાં રોજા રાખવા માટે પણ સતત દબાણ કરતો હતો અને ભોહબનનાર એ સમગ્ર હકીકત બાબતે માતા ને વાકેફ કરતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે જેથી પોલીસે આરોપી મુસ્તુફા દલવાણી વિરૂદ્ધ આઈપીસી ૩૭૬(૨),૫૦૬(૨),પોકસો ૫ એલ અને ૬ મુજબ ગુનો નોંધી આરોપી ને ઝડપી પાડવા તપાસ હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!