Friday, November 15, 2024
HomeGujaratકચ્છના નાના રણમાં ગેરકાયદે પ્રવૃત્તિ અંગેની અગરિયાઓએ કરેલ PILનો હાઇકોર્ટ દ્વારા કરાયો...

કચ્છના નાના રણમાં ગેરકાયદે પ્રવૃત્તિ અંગેની અગરિયાઓએ કરેલ PILનો હાઇકોર્ટ દ્વારા કરાયો નિકાલ

કચ્છના નાના રણમાં મીઠું પકવતા અગરિયા પરિવારો દુનિયાથી અલિપ્ત રહી “કાળી મજૂરી દ્વારા સફેદ મીઠું” પકવવાનું આકરૂ કામ કરે છે. અગરિયાના બાળકો પણ એમના માતા- પિતા સાથે વેરાન રણમાં કંતાનના ઝુંપડામાં રહીને રણ બસ-શાળામાં અભ્યાસ કરવાની સાથે રણમાં જ જીવન વ્યતિત કરે છે. ત્યારે કચ્છના નાના રણમાં દબાણ અને ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી હોવા અંગેની પીઆઈએલનો હાઇકોર્ટ દ્વારા નિકાલ કરવામાં આવ્યો છે અને હાઇકોર્ટમાં કરવામાં જાહેર હિતની પિટિશનને પગલે હજારો અગરીયા પરિવારોને રણમાંથી તગેડી મૂકતાં આજીવિકાનો ખોવાનો વારો આવ્યો હતો.

- Advertisement -
- Advertisement -

અગરીયા હિતરક્ષક મંચના જણાવ્યા અનુસાર, એપ્રિલ ૨૦૨૩માં કચ્છના નાના રણમાં દબાણ અને ગેરકાયદેસર થવાના મુદ્દે એક જાહેર હિતની અરજી થઈ હતી. આ પિટિશન બાદ વન અને પર્યાવરણ વિભાગ દ્વારા ગામેગામ સર્વે અને સેટલમેન્ટ રિપોર્ટમાં નામ ન હોય તે તમામ અગરીયાઓ રણમાં પ્રવેશ કરી શકશે નહીં તેવું જાહેર કર્યું હતું. સર્વે અને સેટલમેન્ટ રિપોર્ટમાં મોટા ભાગના પરંપરાગત અગરીયાઓનો સમાવેશ ન થયો હોવાથી અગરીયાઓ મોટા પાયે સરકારમાં રજૂઆત કરી હતી. રણકાંઠાના તમામ ધારાસભ્યો અને સંસદ સભ્યો દ્વારા થયેલ સઘન રજૂઆત બાદ 4 સપ્ટેમ્બર 2023 ના રોજ 10 એકર સુધી મીઠું પકવતા અગરીયાઓનું રજીસ્ટ્રેશન કરાવી, મીઠું પકવવાની પરવાનગી આપવાનો નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવ્યો હતો. જોકે સિઝન શરૂ થયા ને બે મહિના થવા આવ્યા છતાં વન વિભાગ દ્વારા રજીસ્ટ્રેશન બાદ સાંતલપુર અને આડેસર રણ વિસ્તારમાં અગરિયાઓને રણ પ્રવેશ આપવામાં આવ્યો નથી. તેથી હજારો લોકોને આજીવિકા ખોવાનો વારો આવ્યો છે. નોંધપાત્ર બાબત એ છે કે, કચ્છના નાના રણમાં થતી મીઠાની ખેતી દુનિયામાં સૌથી જૂની પારંપારિક ઉત્પાદન પધ્ધતિમાંની એક પદ્ધતિ છે, જેનું દસ્તાવેજીકરણ દક્ષિણ કોરિયા ખાતે આવેલ સિઓલ મ્યુઝિયમ દ્વારા પણ કરવામાં આવેલ છે.પરંપરાગત અગરીયાઓના ઉત્કર્ષ માટે એક બાજુ સરકાર દ્વારા રૂ. 300 કરોડ બજેટ ખર્ચી સોલર સબસિડી યોજના અમલમાં મૂકવામાં આવી છે, જ્યારે બીજી બાજુ અગરીયાઓને ગેરકાયદેસર ગણીને તેમણે રણની બહાર કાઢવામાં આવ્યા હતા. ગઈકાલે હાઇકોર્ટ દ્વારા ઉપરોક્ત જાહેર હિતની અરજીનો નિકાલ કરવામાં આવ્યો હતો. જો કોઈ રજૂઆત હોય તો તે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં સરખા મુદ્દે ચાલતી પિટિશનમાં કરવા કોર્ટે કહ્યું હતું. તેમજ છેલ્લા કેટલાય મહિનાઓથી નાના અને પરંપરાગત અગરિયાઓ માટે આફત બનેલ આ પિટિશનના નિકાલથી નાના દસ એકર અને પરંપરાગત અગરિયાઓમાં એક નવી આશા બંધાઈ છે કે તેમના રણમાં મીઠું પકવવાના અધિકારોને હવે વન વિભાગ દ્વારા કાયમી માન્યતા આપવામાં આવશે તેવું આશા વ્યકત કરી રહ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!