મોરબી તાલુકાના ગોરખીજડીયાના વતની હમીરભાઈ આંબાભાઈ કળોતરા સહકારી મંડળીના સભાસદ હોઈ જેઓનું માર્ગ અકસ્માતમાં અવસાન થયું હતું. જેઓનું ચોલામંડલમ વીમા કંપનીમાં વીમો ચાલુ હોય જે વીમો કંપનીએ આપવાની ના પાડતા સમગ્ર મામલે હાઇકોર્ટે વીમા કંપનીને વ્યાજ સહીત રૂપિયા ચૂકવવા આદેશ કર્યો હતો.
મોરબી શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના જણાવ્યા અનુસાર, મોરબી તાલુકાના ગોરખીજડીયાના વતની હમીરભાઈ આંબાભાઈ કળોતરા સહકારી મંડળીના સભાસદ હતા. તેઓ જુથ વીમા પોલીસીમાં આવતા હોઈ તેમજ તેમનું અકસ્માતે મૃત્યુ થયેલ હતું. તેમજ અકસ્માત સમયે મોટર સાયકલ ચલાવતા તેના પુત્ર પાસે કે હમીરભાઈ પાસે ડ્રાઈવીંગ લાઈસન્સ ન હતુ. જેને લઈ ચોલામંડલમ વીમા કંપનીએ વીમો ચુકવવાની ના પાડી દીધી હતી. જેથી હમીરભાઈના ધર્મ પત્ની દેવુ બેને મોરબી શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાને રજુઆત કરતા તેઓએ મોરબી ગ્રાહક તકરાર નિવારણ આયોગમાં કેસ દાખલ કરેલ તેમા કેસ જીતી જતા ચોલામંડલમ વીમા કંપનીએ હાઈકોર્ટમાં રજુઆત કરેલ હાઈકોર્ટે દેવુબેન કળોતરાને કેસ દાખલ થયેલ તા.૧૬/૧૦/૨૦૧૯ થી ૯% ના વ્યાજ સાથે તેર લાખ સાંઈઠ હજાર એકસો છત્રીસ રૂપિયા ચુકવવા આદેશ કરતા આ ચેક મોરબી શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા, મંત્રી રામભાઈ મહેતા તથા જેપુરના મંત્રી અમિતભાઈ દ્વારા અરજદારને આપવામાં આવ્યો હતો.