મોરબી ઝુલતા પુલ મામલે સરકારે હાઇકોર્ટ સમક્ષ એવી રજૂઆત કરી હતી કે બે પીડિત પરિવારો સરકાર કે ઓરેવા કંપની પાસેથી કોઈ વળતર મેળવવા માંગતા નથી. સુનિતા અગ્રવાલની ખંડપીઠે સુનવણી દરમિયાન કોર્ટમાં હાજર યુવાન વકીલને અદાલતના મિત્ર તરીકે સ્વચ્છતા એ આગળ આવી કોર્ટરૂમમાં હાજર યુવાન મહિલાએ એડવોકેટ એશ્વર્યા ગુપ્તાને પસંદ કર્યા છે.ખંડપીઠે તેમને મોરબીમાં જઈ પીડિતોને મળી તેમની શું માંગણી અથવા શું સમસ્યા છે તેઓની શું સ્થિતિ છે ?તે અંગે રૂબરૂ મળી માહિતી મેળવવા માટે આદેશ કર્યો છે. સાથે જ વળતર મેળવવા ઈનકાર કરતા પીડિત પરિવારોને સમજાવવા માટેની જવાબદારી સોંપવામાં આવી છે.
મોરબીના ઝુલતાપુલ દુર્ઘટના કેસમાં સરકારે હાઇકોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે બે પીડિત પરિવારો સરકાર કે ઓરેવા કંપની પાસેથી કોઈ વળતર મેળવવા માંગતા નથી.જસ્ટિસ સુનીતા અગ્રવાલની ખંડપીઠે સુનાવણી દરમિયાન કોર્ટમાં હાજર યુવાન વકીલને અદાલતના મિત્ર તરીકે યુવાન મહિલા એડવોકેટ એશ્વર્યા ગુપ્તાને પસંદ કર્યા છે ખંડપીઠે તેમને કહ્યું છે કે તેઓ મોરબીમાં જઈને પીડિત પરિવારોને મળે તેમની માંગણી શું છે?શું સમસ્યા છે? તેઓની હાલની શું સ્થિતિ છે અને તેમણે ક્યા કારણોસર વળતર મેળવવા ઇનકાર કર્યો છે જે બાબતે સમજાવવા માટેની કામગીરી સોંપવામાં આવી છે.હાઈકોર્ટે સુચના આપતા કહ્યું છે કે તમે અમારી આંખો અને કાન બનીને પીડિત પરિવારને મળજો, વ્યક્તિગત રીતે રિપોર્ટ રજૂ કરજો. જે અંગે વધુ સુનાવણી ૨૬ ઓગસ્ટ ના રોજ કરવામાં આવશે. તેમજ મોરબી દુર્ઘટના કેસમાં મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સામે નગરપાલિકા સામે પગલા લીધા છે ? , કંપનીને કોન્ટ્રાક્ટ આપ્યો હતો તેની સામે શું પગલાં લીધા છે તેવા સવાલો કરાયા હતા. તેની સામે સરકાર તરફથી રજૂઆત કરવામાં આવી કે નગરપાલિકાને સુપર સીડ કરવામાં આવી છે અને ચીફ ઓફિસરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તે ઉપરાંત તેમની સામે શિસ્ત ભંગના પગલા લેવામાં આવી રહ્યા છે.ત્યારે કોર્ટે સરકારને વધુ સવાલ કરતા કહ્યું હતું કે આજકાલ રાજ્યમાં અનેક બ્રિજ તૂટી રહ્યા છે.ત્યારે રાજ્યભરમાં તમામ બ્રિજની શું સ્થિતિ છે. ? તેઓ સવાલ કરી સરકાર પાસે જવાબ માંગ્યો હતો.