Monday, November 25, 2024
HomeGujaratકલા મહાકુંભ અને બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં સાર્થક વિદ્યા મંદિરની ઊંચી ઉંડાન

કલા મહાકુંભ અને બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં સાર્થક વિદ્યા મંદિરની ઊંચી ઉંડાન

મોરબી જિલ્લાની કલામહાકુંભ તેમજ બાળ પ્રતિભા શોધ સ્પર્ધા -૨૦૨૨ મા મોરબીની સાર્થક વિધા મંદિરના વિધાર્થીઓએ શ્રેશ પ્રદર્શન કરી સર્વોત્તમ પરિણામ હાંસલ કર્યું છે.

- Advertisement -
- Advertisement -

રમત-ગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ તેમજ કમિશ્નર શ્રી યુવક-સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ-ગાંધીનગર ના ઉપક્રમે જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી,મોરબી આયોજિત મોરબી જિલ્લાની કક્ષાની કલામહાકુંભ તેમજ બાળપ્રતિભા શોધ સ્પર્ધા-૨૦૨૨ માં સાર્થકવિધામંદિરના વિધાર્થીઓ એ જુદી જુદી કૃતિ માં ભાગ લીધેલ હતો જેમાં મૂંધવા શુભમ ઘોઘાભાઈ, લોકવાર્તામાં ગઢવી આદિત્ય દીપસિંહ વાદ્ય સંગીત ઢોલ સ્પર્ધામાં રાણપરા હરીશ રાજેશભાઇ, વકતૃત્વ સ્પર્ધામાં પીપળીયા પલક જગદીશભાઈ એ પ્રથમ નંબર હાંસલ કર્યા હતા. જ્યારે નારણીયા વ્યોમ મયુરભાઈ, ભલાણી રિધ્ધી નિલેશભાઈએ દ્વિતીય ક્રમ મેળવ્યો હતો.

ઉપરાંત લોક નૃત્યમાં સાર્થક આદ્યશક્તિ ગ્રૂપ(ધોરણ-૬ થી ૮ના વિધાર્થીની બહેનો) અને નિબંધ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક-કંસારા હેત હિતેશભાઈ, કાથરાણી સાક્ષી, એકપાત્રિય અભિનયમાં મઢવી દેવશ્રી ભાવેશભાઈ, પીપળીયા એંજલ જગદીશભાઈએ ઝળહળતી સીધી હાંસલ કરી હતી અને સર્જનાત્મક કલામાં બાલાસરા દ્રષ્ટિ બિપીનભાઈ, સોલંકી હેમાંગ કૌશિકભાઈ, ભજનમાં ત્રિવેદી અનેરી અશિષભાઈ અને સમહુ ગીતમાં મકવાણા સંજના નિતિનભાઈ,ગુંદિગરા ભવ્યતા રવિભાઈ, વારનેશિયા ખુશી જયંતીભાઇ, ફુલતરીયા આશા ભરતભાઇ, હાસાણી દ્રષ્ટિ મહેશભાઇ સમૂહ ગીતમાં ત્રિવેદી અનેરી, ગોહિલ તન્વીબા, બારેજીયા દ્રષ્ટિ, કડીવાર કરણ અને પાલિયા રવુભાએ સીધી મેળવી હતી.

વધુમા લગ્ન ગીતમાં ત્રિવેદી અનેરી, ગોહિલ તન્વીબા બારેજીયા દ્રષ્ટિ, ભલાણી રિધ્ધી અને લોક ગીતમાં ગઢવી આદિત્ય, કડીવાર કરણ, પાલિયા રવુભા એ સફળતા મેળવી હતી. પ્રથમ ક્રમાંકે આવેલ વિધાર્થીઓ પ્રદેશ કક્ષાએ મોરબી જીલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. વિજેતા થયેલ તમામ વિધાર્થીઓને સાર્થક વિધામંદિરના સંચાલક કિશોરભાઈ શુકલ તેમજ શાળાપરિવારે શુભેચ્છાઓ પાઠવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!