મોરબીમાં જુગારનો હાઈ વોલ્ટેજ કેસ નોંધાયો છે. જેમાં મોરબી શનાળા રોડ મોમ્સ હોટલ પાછળ અક્ષરધામ – ૨ માં આવેલ શ્રીજી હાઇટસમાં જુગાર રમતા ઇસમોને મોરબી સીટી એ ડીવીઝન પોલીસ દ્વારા લાખોના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે.
મોરબી જીલ્લા એસપી રાહુલ ત્રીપાઠી તથા ડીવાયએસપી પી.એ.ઝાલાએ મોરબી જીલ્લામાં દારૂ જુગારની ગેરકાયદેસર પ્રવૃતી નેસ્ત નાબુદ કરવા સારૂ સુચના કરેલ હોય જે અન્વયે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનની શનાળા પોલીસ ચોકીના ટીમ દારૂ/જુગારની ગે.કા. પ્રવૃતી અન્વયે પેટ્રોલીંગમાં હતા દરમ્યાન હેડ કોન્સ્ટેબલ પ્રવીણસિંહ ઝાલાને મળેલ ખાનગી હકિકત આધારે મોરબી શનાળા રોડ મોમ્સ હોટલ પાછળ અક્ષરધામ – ૨ માં આવેલ શ્રીજી હાઇટસ ફલેટ નં. ૨૦૨ માં રહેતા ગીરીશભાઇ દુર્લભજીભાઇ ઉઘરેજા ના ફલેટમાં મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એચ.એ.જાડેજા, પોલીસ સબ ઇન્સ્પેકટર આર.એન.ભટ્ટ, હેડ કોન્સ્ટેબલ પ્રવીણસિંહ ઝાલા, કોન્સ્ટેબલ જયેશભાઇ ડાંગર, ભાવિનભાઈ રતન, કલ્પેશભાઇ ઝામકીયા તથા રવીરાજસિંહ ઝાલા દ્વારા જુગાર રેઇડ કરવામાં આવતા સ્થળ પરથી ગીરીશભાઇ દુર્લભજીભાઈ ઉધરેજા, મયુરભાઇ વિઠ્ઠલભાઇ મુછડીયા, મનીષભાઇ લાલજીભાઈ વડસોલા, તરૂણભાઇ વલ્લભભાઈ કાવર, સંજયભાઈ પ્રભુભાઇ સનારીયા, કુલદીપભાઇ ઇશ્વરભાઇ કાસુન્દ્રા, ધર્મેન્દ્રભાઇ નાથાભાઇ રૈયાણી, ધર્મેન્દ્રભાઈ ચતુરભાઈ ઉઘરેજા તથા ભાવેશભાઇ કેશવજીભાઈ ભીમાણી નામના શખ્સો જુગાર રમતા ઝડપાયાં હતા. જેમની પાસેથી પોલીસે રોકડા રૂપીયા – ૩૨,૫૦,૦૦૦/- નો મુદામાલ કબ્જે કર્યો હતો.
આ કામગીરીમાં એ ડિવિઝન પીઆઈ એચ. એ. જાડેજા,પીએસઆઈ આર.એન.ભટ્ટ,હેડ કોન્સ્ટેબલ પ્રવિણસિંહ ઝાલા,પોલીસ કોન્સ્ટેબલ જયેશભાઇ ડાંગર, ભાવિનભાઈ રતન,કલ્પેશભી ઝામકિયા અને રવિરાજસિંહ ઝાલા જોડાયા હતા.