ટંકારાના હાઈ પ્રોફાઈલ જુગાર રેઇડમાં ગેરરિતી મામલે SMC ટીમ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. જે દરોડામાં ગેરરીતી થઈ હોવાની શંકાના આધારે ટંકારા પીઆઈ વાય.કે.ગોહીલને લીવ રિઝર્વમાં મુકવામાં આવ્યા હતા જ્યારે અન્ય હેડ કોન્સ્ટેબલની જિલ્લા બહાર બદલી કરવામાં આવી હતી જે મામલે એસએમસી ડીઆઇજી નિર્લિપ્ત રાય અને ડીવાયએસપી કે.ટી.કામરીયા સહિતની ટીમે તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબીના ટંકારામાં હાઈ પ્રોફાઈલ જુગાર રેઇડ ગેરરિતી મામલે SMC ટીમ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. ટંકારા પોલીસે એક મહિના પહેલા હાઇપ્રોફાઇલ ટોકન દ્વારા ચાલતું જુગારધામ કમ્ફર્ટ રિસોર્ટમાંથી પકડી પાડ્યું હતું. જેમાં ૯ જુગારીઓને ૬૩ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા. જે દરોડામાં ગેરરીતી થઈ હોવાની શંકાના આધારે ટંકારા પીઆઈ વાય.કે.ગોહીલને લીવ રિઝર્વમાં મુકવામાં આવ્યા હતા. અને અન્ય હેડ કોન્સ્ટેબલની જિલ્લા બહાર બદલી કરવામાં આવી હતી. જે તપાસ મામલે એસએમસી ડીઆઇજી નિર્લિપ્ત રાય અને ડીવાયએસપી કે.ટી.કામરીયા સહિતની ટીમે તપાસ હાથ ધરી છે. અધિકારીઓની સંડોવણીની ચર્ચા વચ્ચે SMC દ્વારા તપાસ શરૂ કરાઈ છે. જુગારધામ મામલે જવાબદાર અધિકારીઓ પર સકંજો કસાય તેવી પૂરી શક્યતાઓ વ્યકત કરાઇ રહીં છે.