મોરબીમાં સમગ્ર સનાતની હિન્દુ સમાજ દ્વારા છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષેક દિવસને હિન્દુ સામ્રાજયદિન તરીકે ઉજવણી કરી ને ભવ્ય મસાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ રેલીમાં હિન્દવી સ્વરાજયનો પાયો નાખનાર અને સૌપ્રથમ સ્વરાજ્ય ની વિચારધારા ની જ્યોત જગાવનાર હિન્દુ હૃદય સમ્રાટ વીર છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષેકને 350 વર્ષ થતાં હોય તેથી મોરબીમાં હિન્દુ સામ્રાજ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ રેલીમાં મોરબી ના અલગ અલગ હિન્દુ સંગઠનો જોડાયા હતા તેમજ મહિલાઓ અને યુવાનો પણ આ મશાલ રેલીમાં જોડાયા હતા.