Friday, July 18, 2025
HomeGujaratશ્રાવણ માસ દરમિયાન મોરબીમાં નોનવેજના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવા હિન્દૂ સંગઠનોની...

શ્રાવણ માસ દરમિયાન મોરબીમાં નોનવેજના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવા હિન્દૂ સંગઠનોની માંગ

હિન્દુ પરંપરામાં શ્રાવણ માસનું વિશેષ સ્થાન છે.સૌથી પવિત્ર ગણાતો આ મહિનો ભગવાન શિવને સમર્પિત છે.આ સમયે ભક્ત ભક્તિભાવથી શિવની પૂજા-અર્ચના કરે છે. ત્યારે આ માસ દરમિયાન નોનવેજ ઉપર સંપૂર્ણ રીતે પ્રતિબંધ મૂકવા તંત્રને રજૂઆત કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, મહાકાલ ગ્રુપ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ – રાષ્ટ્રીય બજરંગ દળ, શિવશક્તિ સેવા સંગઠન તથા અન્ય હિન્દુ સંગઠનો દ્વારા આગામી તા. ૨૫/૦૫/૨૦૨૫ ના રોજથી શરૂ થતા પવિત્ર શ્રાવણ મહિના દરમિયાન મોરબી જિલ્લાના અનેક જાહેર સ્થળો જ્યાં હિન્દુ દેવી દેવતાઓના મંદિર આવેલા હોય છે. જ્યાં હિન્દુ સમાજ દ્વારા પૂજા પાઠ કરવામાં આવતી હોય છે અને જ્યારે આ મહિનામાં આવતા પવિત્ર તહેવાર અનુસંધાને હિન્દુ સમાજની ધાર્મિક લાગણી દુભાવવાનું જે કાર્ય કરવામાં આવી રહ્યું છે. તેના અનુસંધાને એવી જગ્યા પર નોનવેજ ખાદ્યસામગ્રીની હોટલો, દુકાનો કે લારીઓ આવેલી હોય છે. તો આ પવિત્ર શ્રાવણ મહિના દરમિયાન નોનવેજ ખાદ્યસામગ્રીની હોટલો, દુકાનો કે લારીઓ દ્વારા નોનવેજના વેચાણ પર સંપૂર્ણ રીતે મોરબી જિલ્લા વિસ્તારમાં પ્રતિબંધ મૂકવામાં આવે તે અંગે મોરબી જિલ્લા કલેક્ટર તથા મોરબી મહાનગરપાલિકા કમિશનરને આવેદન આપવામાં આવ્યું હતું અને જો કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો હિન્દુ સંગઠનો દ્વારા નોનવેજ ખાદ્યસામગ્રીનું વેચાણ બંધ કરાવામાં માટે ઉપગ્રહ વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. જેને તંત્ર દ્વારા પણ જાહેરનામું પ્રસિદ્ધ કરીને સંપૂર્ણ રીતે બંધ થાય તેની અમલવારી કરાવવામાં આવે અને ક્યાંય પણ આ મહિનામા જાહેર વેચાતું હોય તો તાત્કાલિક ધોરણે બંધ કરાવવામાં આવે જો બંધ કરાવવામાં નહીં આવે તો મોરબી સર્વે હિન્દુ સંગઠન અને સનાતની હિન્દુ સમાજ દ્વારા સંપૂર્ણ વિરોધ કરવામાં આવશે. તેવી ચીમકી ઉચ્ચારવામા આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!