Saturday, January 11, 2025
HomeGujaratમોરબીમાં નવરાત્રી મહોત્સવોમાં ફિલ્મી ગીતોને બદલે માતાજીના ગરબા ગાવામાં આવે તેવી હિન્દૂ...

મોરબીમાં નવરાત્રી મહોત્સવોમાં ફિલ્મી ગીતોને બદલે માતાજીના ગરબા ગાવામાં આવે તેવી હિન્દૂ સંગઠનોની માંગ

આવનારો તહેવાર નવરાત્રી એટલે કે સતત નવ દિવસ સુધી માતાજી શક્તિની આરાધના અને ભક્તિ ભાવથી ઉજવાતો તહેવાર જે સનાતન હિન્દુ ધર્મના લોકો સાથે મળીને માતાજીની ભક્તિ ભાવ પૂજા અર્ચના આરતી અને ગરબા ની સાથે ખૂબ જ હર્ષભેર અને ઉલ્લાસભ્ય ઉજવી રહ્યા છે. ત્યારે આપણી પ્રાચીન સંસ્કૃતિથી ચાલી આવતો આ તહેવારને ઉજવવા માટે લોકો હર વર્ષની જેમ આ વર્ષ પણ તૈયારી કરી રહ્યા છે એવામાં છેલ્લા ઘણા સમયથી હિન્દુ ધર્મ આ નવરાત્રીને માતાજીના ભક્તિ ભાવ કરતા વધારે લોકો આપણી પ્રાચીન પદ્ધતિથી ચાલતી ગરબીઓને છોડીને અત્યારના વેસ્ટન કલ્ચરને અપનાવી રહ્યા છે. જેમાં પાર્ટી પ્લોટ કે નવરાત્રી મહોત્સવ ગરબા રમવા જઈ રહ્યા છે જ્યાં વીધર્મી લોકો દ્વારા અશ્લીલ કપડા ટેટુ અને માતાજીના ગરબાની જગ્યાએ ફિલ્મી ગીતો તેમજ વીધર્મી ગીતો ગાવામાં આવે છે. જેને લઈ હિન્દૂ સંગઠનો દ્વારા જિલ્લા કલેક્ટર તથા મોરબી જિલ્લા એસપીને આવેદન પાઠવી રજૂઆત કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

હિન્દૂ સંગઠનો દ્વારા પાઠવવામાં આવેલ આવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, નવરાત્રી દરમિયાન યોજાતા ખાનગી નવરાત્રી મહોત્સવોમાં વીધર્મી લોકો દ્વારા અશ્લીલ કપડા ટેટુ અને માતાજીના ગરબાની જગ્યાએ ફિલ્મી ગીતો તેમજ વીધર્મી ગીતો ગાવામાં આવે છે. તો એવા સમયે હિન્દુ ધર્મના લોકોની લાગણીને ઠેસ પહોંચાડી રહ્યા છે. ખાસ કરીને પાર્ટી પ્લોટમાં વીધર્મી લોકો દ્વારા ગાવામાં આવતા આવા ફિલ્મી ગીતો અને વિધર્મી કલાકારો પોતાની બિનજરૂરી પ્રવૃત્તિઓ સ્ટેજ પર કરતા દેખાય છે અને માતાજીની ભક્તિભાવ ગરબા આરતી અને આપણા ગુજરાતી લોકગીતો ની જગ્યાએ ફિલ્મી ગીતો વીધર્મ ગીતો ગાયને હિન્દુ ધર્મની આટલા વર્ષથી ચાલતી આ નવરાત્રીના તહેવારને ધ્યાનમાં લઈને તમામ હિન્દુ ધર્મની લાગણીને ઠેશ ના પહોંચે ખાસ ધ્યાન રાખવામાં આવે વીધાર્મિક ગીતો ના ગાવા તેઓ સ્ટેજ પરથી ભક્તિ ભાવની જગ્યાએ આવા વલગર ગીતો ગાયને હિન્દુ ધર્મની આટલા વર્ષ જૂના તહેવારને મજાક બનાવવાની કોશિશ કરી રહ્યા છે. જ્યારે આવા તહેવારમાં તમામ હિન્દુઓની લાગણી માતાજી સાથે જોડાયેલી છે તો પાર્ટી પ્લોટ અને ત્યાં પ્રાચીન ગરબીઓ થતી હોય ત્યાં આવા કોઈપણ ફિલ્મી સોંગનો કે કોઈપણ હિન્દુ સમાજની લાગણીને ઠેસ પહોંચાડવાનું કાર્ય કરવામાં આવશે. તો કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તો એની ખાસ આયોજક ભાઈઓને તેમજ હિન્દુ સંસ્કૃતિના યોદ્ધાઓને ખાસ જણાવવાનું કે, પાર્ટી પ્લોટની અંદર આવનારા તમામ લોકોને તેમના એન્ટ્રી ગેટ પાસે કુમકુમનો ચાંદલો અને ગૌમૂત્રની ગંગાજળ પ્રસાદી લીધા બાદ જ પાર્ટી પ્લોટની અંદર એન્ટ્રી આપવી તેમજ વલ્ગર કપડા તેમજ ખરાબ ટેટુ કરાવેલ વ્યક્તિઓને તથા એન્ટ્રી ગેટ પર કુમકુમનો ચાંદલો અથવા ગંગાજળની પ્રસાદી ના લે તો આવા લોકોને અંદર એન્ટ્રી આપવી નહીં ખાસ કરીને પાર્ટી પ્લોટના સંચાલકો ભાઈઓને જાણ કરવામા આવે કે પાર્ટી પ્લોટની અંદર આવતા લોકોના આઈ કાર્ડ એટલે કે આધાર કાર્ડ જોયા બાદ જ અંદર એન્ટ્રી આપવી તેવી હિંફુ સંગઠનો દ્વારા માંગ કરવામાં આવી છે.

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!