Wednesday, January 15, 2025
HomeGujaratવાંકાનેરમાં સગીરાનાં અડપલા કરનાર વિધર્મી શખ્સ વિરુદ્ધ કડક કાર્યવાહી કરાવવા હિન્દૂ સંગઠનોની...

વાંકાનેરમાં સગીરાનાં અડપલા કરનાર વિધર્મી શખ્સ વિરુદ્ધ કડક કાર્યવાહી કરાવવા હિન્દૂ સંગઠનોની માંગ

વાંકાનેર પંથકમાં રહેતી હિંદુ સગીરાને આરોપી સિરાઝ બુખારી નામના શખ્સે ગોલો ખવડાવાની લાલચ આપી વાલીપણામાંથી અપહરણ કરી લઇ જઈને તેની સાથે અડપલા કર્યા હતા. જે સમગ્ર મામલે હિન્દૂ સંગઠનો મેદાને આવ્યા છે અને વાંકાનેર મામલતદારને આવેદન પાઠવી અડપલા કરનાર વિધર્મી પરણિત શખ્સ વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરાવવામાં આવે તેવી માંગ કરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી હિન્દુ યુવા વાહિની ગૌરક્ષક વાંકાનેર સહીત અલગ અલગ હિન્દુ સંગઠનો દ્વારા વાંકાનેર મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં તેઓએ લુખ્ખા તત્વોને કાયદાનું પાલન કરાવવામાં આવે, અવારનવાર હિન્દૂ બેન દીકરી ઉપર બનતા બનાવો બંધ થાય તે માટે યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી છે. મોરબી હિન્દુ યુવા વાહિની ગૌરક્ષક વાંકાનેર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, વાંકાનેર શહેરમાં બ્રહ્મસમાજની સગીરાનું વિધર્મી પરણિત શખ્સ અપહરણ કરીને માર્કેટ યાર્ડ બાજુ અવાવરું જગ્યાએ લઈ ગયો હતો. જ્યાં હાથ પકડવા નમાજ પડાવવાના સહિતની ચેષ્ટા કરી અને ત્યાં સગીરાની સાથે અડપલા કર્યા હતા. આવા વિધર્મી ઉપર યોગ્ય કાર્યવાહી કરીને કાયદાનું ભાન કરાવામાં આવે તેવી માંગ કરી હતી. તેમજ તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, અવારનવાર આવા બનાવો સમગ્ર મોરબી જિલ્લામાં બનતા હોય છે. તો આવા લુખ્ખા તત્વોને રોમિયોગીરીને ધુમ બાઇક લઈને ફરતા હોય છે. રોફ જમાવતા હોય છે. તો આવા વીધર્મી રોમિયો ઉપર યોગ્ય કાર્યવાહી થાય એવી માંગ મોરબી હિન્દુ યુવા વાહીનીના અધ્યક્ષ કે બી બોરીચા, હિન્દુ યુવા વાહીની ગૌરક્ષક વાંકાનેર સહીત અલગ અલગ સંગઠન અધિકારી તથા હિન્દુ સમાજના લોકો દ્વારા કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!