મોરબી જિલ્લામાં માળીયા મિયાણા થયેલ સામૂહિક ગૌ હત્યાને લઇને કલેક્ટરને આવેદન પત્ર પાઠવી ગૌ હત્યા કરનાર વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. ધાંગધ્રા અને હળવદ સહિતના 100 થી વધુ માલધારીઓએ કલેકટરને રજૂઆત કરી હતી. તેમજ ગેરકાયદેસર કતલખાના બંધ કરાવવા માટે પણ રજૂઆત કરવામાં આવી હતી.
મોરબી જિલ્લાના માળીયા મીયાણા થયેલ સામૂહિક ગૌ હત્યાનો મામલો બન્યો હતો. જેને લઇને આજરોજ હિન્દુ સંગઠનો અને માલધારી સમાજ દ્વારા કલેકટરને આવેદન પાઠવવામાં આવ્યું હતું. તેમજ ધાંગધ્રા અને હળવદ સહિતના માલધારીઓએ ૧૦૦ થી વધુ જીવને જીવતા કાપી નાખ્યાં હોવાના આક્ષેપ કર્યો છે. તેમજ ઝડપાયેલ છ આરોપીઓની યોગ્ય પૂછપરછ થાય તો ગાયો ચડાવવાના નામે કાપી નાખવાનું મોટું કૌભાંડ બહાર આવી શકે છે તેમ પણ આગેવાનોએ જણાવ્યું છે તેમજ આ કેસમાં યોગ્ય તપાસ કરી ગેરકાયદેસર કતલખાના બંધ કરાવવા રજૂઆત કરાઈ છે. ધારાસભ્ય કાંતિ અમૃતિયા પણ કલેકટર ઓફિસે પહોંચ્યા હતા. રેન્જ આઇજીને હળવદ, ધાંગધ્રા અને માળીયામાં ગૌહત્યા કરનાર વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવા સૂચના આપી હતી.