સાળંગપુરના સુવિખ્યાત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતેથી પ્રસ્થાન થઈને સમગ્ર ભારતમાં હિન્દુ રાષ્ટ્ર સનાતન ધર્મ પ્રત્યે વિશ્વની યુવા પેઢીને જાગૃત કરવા પરિભ્રમણ માટે હનુમાનજી મહારાજની 11 ફૂટની મહાકાય ગદા સાથે હિન્દુ રાષ્ટ્ર સનાતન જ્યોત યાત્રાનું મોરબીમાં આગમન થયું છે. જેનું વિશ્વ હિન્દુ પરિષદ અને હિન્દુ યુવા વાહિની દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુર ખાતેથી પ્રસ્થાન થઈને સમગ્ર ભારતમાં હિન્દુ રાષ્ટ્ર સનાતન ધર્મ પ્રત્યે વિશ્વને યુવા પેઢીને જાગૃત કરવા પરિભ્રમણ માટે હનુમાનજી મહારાજની મહાકાય 11 ફૂટની ગદા સાથે હિન્દુ રાષ્ટ્ર સનાતન જ્યોત યાત્રા આજે સવારે 09:30 કલાકે મોરબી મુકામે પધારી હતી. તેમનું સ્વાગત તેમજ પૂજન કરીને શોભયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ આ રથયાત્રા મોરબીમાં ફરી હતી. આ હિન્દુ રાષ્ટ્ર સનાતન જ્યોત યાત્રા મહારાણા પ્રતાપ સર્કલથી રીલીફ નગરથી ઉમા ટાઉનશીપથી નટરાજ ફાટકથી નવાપુલ ઉપર થઇને દરબાર ગઢથી ગ્રીન ચોકથી નગરદરવાજા ચોકથી શાક માર્કેટથી જેઈલ રોડ થઇને વાઘપરા મેઈન રોડથી સીતા ચોકથી રવાપર રોડ થઇને નરસંગ ટેકરીથી રવાપર ચોકડીથી અવની ચોકડીથી ઉમિયા સર્કલ થઈ શનાળા રોડ પર થઇને ઉમિયા આશ્રમ પૂર્ણ કરવામાં આવી હતી. જેમાં વિશ્વ હિન્દુ પરિષદ અને હિન્દુ યુવા વાહિનીના હોદેદારો અને કાર્યકર્તા ભાઈઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.