હિન્દુ જાગરણની દિશાને નવી ઉર્જા અને જાગૃતિ પ્રદાન કરવા માટે, સમગ્ર હિન્દુ સમુદાય દ્વારા સનાતન સંસ્કૃતિ, સનાતન ધર્મ અને સામાજિક એકતાના પ્રતિક સ્વરૂપ ‘ભવ્ય હિન્દુ સંમેલન”નું આજે આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલનમાં ઉપસ્થિત રહેવા સર્વે મોરબીવાસીઓને આયોજકો દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
હિન્દુ સંમેલન સમિતિ, પંચાસર રોડ, મોરબીખાતે ના જણાવ્યા અનુસાર, આપણી સનાતન સંસ્કૃતિ અને સંસ્કારોના જતન માટે તેમજ સમાજમાં નવી ઉર્જા અને જાગૃતિ લાવવાના ઉદ્દેશ્યથી હિન્દુ સંમેલન સમિતિ, પંચાસર રોડ, મોરબી દ્વારા આજે તા. 31 જાન્યુઆરી, 2026 ને શનિવારનાં રોજ રાત્રે 8:30 કલાકે સત્યમ હોલની પાસે, પંચાસર રોડ, મોરબી ખાતે “હિન્દુ સંમેલન” નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલનમાં બાળકો દ્વારા વિવિધ કલાકૃતિઓ રજૂ કરવામાં આવશે. તેમજ મહંતશ્રી દામજી ભગત (નકલંક મંદિર, બગથળા) દ્વારા મંગલ આશીર્વચન આપવામાં આવશે.સમિતિના આયોજકો દ્વારા બધા સમાજજનોને તેમના પરિવાર સાથે ઉપસ્થિત રહેવા હૃદયપૂર્વક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ કાર્યક્રમ દ્વારા “એક બનો, નેક બનો” નો સંદેશ સમાજ સુધી પહોંચાડવામાં આવશે.









