Thursday, January 2, 2025
HomeGujaratટંકારા સમસ્ત હિન્દુ સમાજના નેજા હેઠળ અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઐતિહાસિક ઉજવણી...

ટંકારા સમસ્ત હિન્દુ સમાજના નેજા હેઠળ અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઐતિહાસિક ઉજવણી કરાશે 

ઐતિહાસિક ક્ષણને મહામહોત્સવ નામ સાથે મહાશોભાયાત્રા મહાપ્રસાદ સહિતના અનેકોનેક કાર્યક્રમો યોજાશે

- Advertisement -
- Advertisement -

ટંકારા શહેરના તમામ હિન્દુ સમાજ દ્વારા મર્યાદાપુરૂષોતમ ભગવાન શ્રીરામની જન્મ ભૂમિ અયોધ્યા મુકામે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ વિ.સ. ૨૦૮૦, પોષ સુદ ૧૧।ને સોમવાર તા. ૨૨-૦૧-૨૦૨૪ના રોજ થવાની છે ત્યારે સમસ્ત હિન્દુ સમાજ ટંકારા ના નેજા હેઠળ મહામહોત્સવ નામકરણ સાથે 22 તારીખે દિવાળી અને પછી 10.11.12 ફેબ્રુઆરી દેવ દિવાળી એમ ન ભુતો ન ભવિષ્યતિ જેવુ ઐતિહાસિક આયોજન ધડી કાઢયું છે. જેમા સૌ હિન્દુ સમાજ સ્વયંભુ બંધ રાખી મહાશોભાયાત્રા યોજશે ત્યારબાદ મોટી સ્કિનમા લાઈવ અયોધ્યા દર્શન સાથોસાથ તમામ ધરે રસોડા બંધ કરી ધુમાડાબંધ એકજ પાંગતમા સૌ સાથે મહાપ્રસાદ લઈ ઉજવણી કરશે જેની યુદ્ધના ધોરણે તૈયારી હાથ ધરી છે.

। મહાશોભાયાત્રા પ્રારંભ ।। શ્રી ફુલિયા હનુમાનજી મંદિર દેરીનાકાથી સવારે 9:30 વાગ્યે શરૂ થશે અને અહીથી રાજબાઈ ચોક ખાતે થી દેરાસર રોડ માર્ગ ધેટીયા વાસ રામજી મંદિરે જશે અહીથી ઉગમણા નાકે પ્રસાર થઈ યુવાચોક ત્રણ હાટડી રામજી મંદિરે જશે અહીંથી શ્રી લક્ષ્મીનારાયણ મેઈન રોડ થી દાદાની ઝાંખી કરી મહર્ષિ દયાનંદ સરસ્વતી ચોક ખાતે એકઠા થઈ મહા મહોત્સવનું અયોધ્યા થી લાઈવ પ્રસારણ મોટી સ્કીન મારફતે થશે જ્યા મહા આરતી પુજા અર્ચના કરી મહા પ્રસાદ સૌ સાથે લેશુ

આ મહામહોત્સવની ઉજવણી સ્વયંભુ રંગ લાગ્યો હોય એમ શુશોભન શ્રીંગાર સ્વચ્છતા સહિતની તૈયારી પુરજોશમાં ચાલી રહી છે. મહોલ્લામાં મિટીગો દરમિયાન પણ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આગોતરા આયોજન રૂપે દરેક ધરે ભગવો ધ્વજ શિરીઝ લગાડશે તથા 22 તારીખે વહેલી સવારે પ્રત્યેક ધરે દીવડા પ્રગટાવી આશોપાલવના તોરણીયા બાંધી આંગણે રંગોળી કરી ત્યારબાદ સૌ સંયુક્ત કુટુંબ સાથે મહાશોભાયાત્રા માટે એકઠા થશે. ઉલ્લેખનીય છે એકજ મહીનામાં બે બે ઉત્સવ હોય આર્ય સમાજ ની કાર્યાલય ઓવરબ્રિજ પુરી થતા રાજકોટ રોડ પર કાર્યાલય ખાતે લાઈટિગ શિરીઝ સામાન્ય કિંમતે ઉપલબ્ધ છે જે 10 – 11-12 ફેબ્રુઆરી એ પણ મહર્ષિ દયાનંદ સરસ્વતીજીનો બે શતાબ્દી મહોત્સવ જ્ઞાન જયોતી પર્વ દરમિયાન રોશની અને ઋષિ ગાથાની ધુન મચશે. ઉપરાંત ધરે ભગવા ઝંડા રાજબાઈ મંદિર પાસેથી લાલાભાઈ ભાટીયા રણજીતભા ગઢવી પાસેથી મળી રહશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!