Monday, May 20, 2024
HomeGujaratમોરબીનાં ગાળા ગામના પાટીયા પાસે રોંગ સાઈડમાં આવતા આઇસર ચાલકે બાઈકને હડફેટે...

મોરબીનાં ગાળા ગામના પાટીયા પાસે રોંગ સાઈડમાં આવતા આઇસર ચાલકે બાઈકને હડફેટે લેતા આધેડ ઈજાગ્રસ્ત

મોરબીમાં માર્ગ અકસ્માતની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં મોરબીનાં ગાળા ગામના પાટીયા પાસે રોંગ સાઈડમાં આવતા આઇસર ચાલકે બાઈકને હડફેટે લેતા એક આધેડ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. જ્યારે આરોપી પોતાનું વાહન લઈ સ્થળ પરથી ફરાર થઈ જતા સમગ્ર મામલે ઈજાગ્રસ્ત આધેડના ભત્રીજા દ્વારા ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીમાં રહલ વિધુતનગર સો.સા. સર્કિટ હાઉસની સામે રહેતા સંદિપભાઇ જેસંગભાઇ રાઠોડનાં કાકા ભાનુભાઇ ગઈકાલે સાંજના સમયે પોતાનું GJ-36-AG-3122 નંબરનું સ્પલેન્ડર મોટરસાઇકલ લઈ મોરબી તાલુકાના ગાળા ગામના પાટીયા પાસે નેશનલ હાઇવે રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે આરોપીએ પોતાના હવાલા વાળુ GJ-36-T-9510 નંબરનું આઇસર રોંગ સાઇડમા પુરઝડપે અને ગફલત ભરી રીતે ચલાવી સામેથી આવતા ભાનુભાઈનાં સ્પલેન્ડરને હડફેટે લઇ ભાનુભાઇને ડાબા પગમા તથા ડાબા હાથમા ફેક્ચર જેવી ઇજા કરી તેમજ માથામા તથા મોઢામા જડબાના ભાગે ગંભીર ઇજા કરી પોતાનુ આઇસર લઇને નાશી જતા સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!