ઐતિહાસિક રેડ : હળવદ તાલુકાના ચાડધ્રા ગામે સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા : કરોડોનો મુદ્દામાલ જપ્ત : કાર્યવાહી ચાલુ
સાત હિટાચી મશીન,૧૫ ડમ્પર સહિત કરોડો રૂપિયા નો મુદ્દામાલ જપ્ત,હળવદ પંથકમાં બ્રાહ્મણી નદી માં રેતીચોરો ઉપર તૂટી પડતું સ્ટેટ મોનીટરીંગ સેલ : હજુ પણ આંકડો વધવાની શક્યતાઓ
હળવદ તાલુકાના ચાડધ્રા નજીક બાહણી નદી માં બેફામ રેતી ચોરી કરતા ખનિજ ચોરો પર સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે દરોડો પાડતા ખનીજ માફીયાઓ માં દોડધામ મચી જવા પામી હતી.સાત જેટલા હિટાચી મશીન અને ૧૫ જેટલા ડમ્પર તેમજ અન્ય વાહનો મળી કરોડો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી ખનિજ વિભાગને જાણ કરાઇ છે જે કાર્યવાહી હજુ ચાલુ છે.
હળવદ પંથકમાં બ્રાહ્મણી નદી રેતીના માફિયાઓ માટે સ્વર્ગ માનવામાં આવે છે હળવદ પંથકમાં શનિવારે રાત્રે ૮.૩૦ વાગ્યા ની આસપાસ સ્ટેટ મોનીટરીંગ સેલની ટિમો ત્રાટકી હતી અને ચાડધ્રા નજીકથી નદીમાંથી રેતી ચોરી કરતા સાત જેટલા હિટાચી મશીન અને ૧૫ ડમ્પર સહિતના અન્ય વાહનો સહિત કરોડો રૂપિયા નો મુદ્દામાલ કબ્જે કર્યો છે જેમાં જાણવા મળતી વિગતો મુજબ હળવદ પંથકમાં વર્ષોથી સફેદ સોના સમાન રેતીની બેફામ ખનીજ ચોરી કરવામાં આવી રહી છે ત્યારે સ્થાનિક તંત્ર દ્વારા અવાર નવાર દરોડા પાડવા છતાં રેતમાફિયાઓ દ્વારા વોટ્સએપ ગ્રુપમાં ઓડિયો મેસેજ અને જિલ્લા સેવાસદનમાં ખાણ ખાણીજ વિભાગની ટિમો ઉપર વોચ ગોઠવી ઊલટા ચોર કોટવાલકો દાંટે ઉક્તિ મુજબ ખુલ્લે આમ બેફામ ખનીજ ચોરી કરવામાં આવે છે ત્યારે શનિવારે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા આ રેત માફિયાઓ ઉપર સપાટો બોલાવતા ખનીજ માફીયાઓ માં દોડધામ મચી જવા પામી હતી.
સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા રાત્રીના હળવદ તાલુકાના ચાડધ્રા નજીક બાહણી નદી માં દરોડા પાડતા નદીમાં કોતરમાં રેતી ચોરી કરતા 10 જેટલા હિટાચી મશીન અને 13 જેટલા ડમ્પર,13 બોટ, 01ડોજર મશીન,01 ટ્રેકટર,01 બોલેરો,25 મોટરસાયકલ કબજે કરી 25 આરોપીઓની સ્થળ પરથી ધરપકડ કરતાં રેતી માફિયાઓમાં ફફડાટ મચી જવા પામ્યો હતો.
હળવદ પંથકમાં રેતીચોરીનું મોટું નેટવર્ક ઝડપી પાડ્યું હતું ત્યારે હળવદ પંથકમાં વર્ષોથી ઘુડખર અભયારણ્યમા ઘૂસણ ખોરી કરી કરવામાં આવતી રેતી ચોરી મામલે સપાટો બોલાવતા હાલ તુર્તતો રેતમાફિયાઓમાં સન્નાટો વ્યાપી ગયો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
આ કામગીરી સ્ટેટ મોનિટરીંગ સેલના એસપી નિર્લિપ્ત રાયની સુચનાથી ડીવાયએસપી કે ટી કામરીયા નાં માર્ગદર્શન હેઠળ સ્ટેટ મોનીટરીંગ સેલના પીઆઈ એસ.એન.પરમાર અને સ્ટાફ એસ આર પી જવાનો સાથે રાખી દરોડા પાડયા હતા. તમામ જપ્ત કરેલા વાહનો પોલીસ ને સુપરત કરવામાં આવ્યા હતા.આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે આ ખનિજ ચોરો એટલી હદે બેફામ છે કે તેઓએ પોતાના મોબાઈલમાં વોટ્સ એપ ગ્રૂપ બનાવ્યા છે જેમાં જિલ્લાના અધિકારીઓની જાસૂસી થી લઇ રાજ્યના તમામ ખનિજ ને લગતા અધિકારીઓ ની આવવા જવાની અને વાહનોની માહિતી પણ મોકલવામાં આવે છે એટલું જ નહિ જે સમયે ખાસ ડ્રાઇવ કે ચેકીંગ હોય ત્યારે આ વોટ્સ એપ ગ્રુપના માધ્યમ થી તમામ ખનિજ માફિયાઓને એલર્ટ કરી દેવામાં આવે છે જો કે આ આવડી મોટી ખનિજ ચોરી ખનિજ વિભાગને કેમ નાં દેખાઈ એ પણ મોટો સવાલ છે ત્રણ વર્ષ પહેલાં એક અધિકારીએ પોતાની સરકારી કાર ને અમુક ખાનગી ગાડીઓ રેકી કરતી હોવાની ફરિયાદ પણ જિલ્લા પોલીસ વડાને કરાઈ હતી એટલું જ નહિ એસપી ને જ્યારે ભૂસ્તર શાસ્ત્રી પોતાની રેકીની ફરિયાદ કરવા ગયેલા ત્યારે પણ આં ગાડીઓ પાછળ પાછળ ગઈ હતી જેમાં પોલીસે તે સમયે પાછલ આવેલ ગાડીઓ સામે કાર્યવાહી કરી હતી ત્યારે આવા ખનીજચોરી કરતા ખનિજ માફીયાઓ સામે મોરબી ખાનીજવિભગ કિન્નાખોરી કેમ દાખવતું હતું એ પણ એક મોટો સવાલ છે હાલ સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડા પાડી ખનિજ માફીયાઓ ને દોડતા કરી દીધા છે.
ખનિજ વિભાગને સ્ટેટ મોનીટરીંગ સેલ ની કાર્યવાહી ની ખબર પડતાં અન્ય જગ્યાએ રેડ કરી હોવાની ચર્ચા
હળવદ ખાતે સાંજે 8.30 વાગ્યે સ્ટેટ મોનિટરીંગ સેલ નાં દરોડા નાં મેસેજ અધિકારીઓની રેકી કરતા ગ્રુપમાં વાયરલ થતાં જ ખનિજ વિંભગ સુધી પણ પહોંચી ગયા હતા અને ખનીજ વિભાગે તાબડતોબ કામગીરી કરવા સુંદરી ભવાની નજીક દરોડા પાડી ત્રણ કરોડ નાં મુદામાલ સાથેની ખનીજચોરી પકડી પાડી હતી જો કે આં કામગીરી પોતાના બચાવ માટે કરી હોવાની ચર્ચાઓ પણ જોરશોર થી ફરવા માંડી છે ત્યારે હાલ આગામી સમયમાં આ ખનીજચોરી કરી નદીઓને નુકશાન કરતા માફીયાઓ પર ક્યાં આકાઓના હાથ છે તે તપાસમાં ખુલશે પરંતુ સ્ટેટ મોનીટરીંગ સેલની કામગીરીની હળવદ તેમજ મોરબી જિલ્લામાં ભારે પ્રશંસા થતી જોવા મળી હતી.