વિદેશી દારૂ, ચરસ, ડ્રગ્સ અને ગાંજાના દુષણ બાદ હવે આયુર્વેદિક ના નામે વેચાતી નશાકારક સીરપનું દુષણ યુવાનોમાં વધતુ જોવા મળી રહ્યું છે. પાનની દુકાનોમાં આયુર્વેદિક સીરપના નામે વ્હેંચાતા નશીલા પદાર્થને લઈ પોલીસે લાલ આંખ કરી છે. અને રાજયભરમાં નશો કરવા માટે ઉપયોગમાં લેવાતી આયુર્વેદિક સિરપની 73 હજાર જેટલી બોટલો રાજકોટ ક્રાઈમ બ્રાંચે કબ્જે કરી છે. જેની કિંમત રૂા.73 લાખ છે.
મળતી માહિતી અનુસાર, પાનની દુકાનોમાં આયુર્વેદિક સીરપના નામે વ્હેંચાતા નશીલા પદાર્થને અટકાવવા રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે સૂચના આપતા તે અન્વયે કામગીરી કરવા રાજકોટ ક્રાઈમ બ્રાંચનાં પોલીસ ઇન્સ્પેકટર બી.ટી.ગોહિલ, ડી.સી.બી. પોલીસ સ્ટેશન તથા ટીમના માણસો સત્તત પ્રયત્નશીલ હતા. તે દરમ્યાન રાજકોટ શહેર નાગરીક બેંક ચોક પાસે આવેલ પાર્કિંગમાંથી તથા હુડકો ચોકડી, સર્વિસ રોડ માધવ પાર્કિંગમાંથી એમ બંન્ને જગ્યાએથી રૂ.૧૧,૯૫,૦૦૦/-ની કિંમતની ગીતાંજલી દ્રાક્ષાસ્ત્ર સ્પેશીયલ હેલ્થકેર આયુર્વેદિકની ૧૧,૯૫૦ બોટલો, રૂ.૨૦,૩૨,૫૦૦/-ની કિંમતની ઉસીરસવ અસવ અરીસ્ટા હેલ્થકેર આયુર્વેદિકની ૨૦,૩૨૫ બોટલો, રૂ.૯.૧૫,૦૦૦/-ની કિંમતની અસ્વસ્વ બીટવીન ધ બ્રેઇન એન્ડ અધર પાર્ટ ઓફ બોડી હેલ્થકેર આયુર્વેદિકની ૯૧૫૦ બોટલો, રૂ.૨૧,૨૨,૫૦૦/-ની કિંમતની કાલ મેધસવ અસ્ત્ર અરીસ્થા હેલ્થકેર આયુર્વેદિકની ૨૧,૨૨૫ બોટલો, રૂ.૧,૦૦,૦૦૦ની કિંમતની કન્કાસવ હેલ્થકેર આયુર્વેદની ૧૦૦૦ બોટલો તથા રૂ.૯,૬૨,૫૦૦/-ની કિંમતની ગાર્ગમ અસ્વ અરીસ્થા હેલ્થકેર આયુર્વેદિકની ૯,૬૨૫ બોટલો મળી રૂ.૭૩,૨૭,૫૦૦/-ની કિંમતની કુલ ૭૩,૨૭૫ બોટલોનો મુદ્દામાલનો નોન આલ્કોહોલીક બોટલોનો શંકાસ્પદ જથ્થો પકડી પાડવામા આવેલ છે.