મોરબીનાં લાલપર ગામથી આગળ બાપા સીતારામ મઢુલી પાસે સ્વીફટ કારનાં ચાલકે લાલપર ગામ તરફથી આવતા સર્વિસ રોડ ઉપર પુરઝડપે અને ગફલતભરી રીતે પોતાની કાર ચલાવી મોટર સાયકલને હડફેટે લેતા મોટરસાઈકલ સવાર યુવકનું મોત નીપજ્યું હતું. જયારે એક યુવક ઈજાગ્રસ્ત થયો હતો. ત્યારે આરોપી કાર મૂકી ફરાર થઇ જતા સમગ્ર મામલે મૃતકનાં મામા દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી.
મળતી માહિતી અનુસાર, મોરબીનાં લાલપર ગામથી આગળ બાપા સીતારામ મઢુલી પાસે ગત તા.૨૨/૧૨/૨૦૨૩ ના રોજ આરોપીએ પોતાના હવાલાવાળી GJ-03-HA-0268 નંબરની સ્વીફટ કાર લાલપર ગામ તરફથી આવતા સર્વિસ રોડ ઉપર પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી વસંતપરી ઉમેદપરી ગોસાઇના ભાણેજના GJ-36-AG-8810 નંબરનાં એફ.ઝેડ મોટર સાયકલ સાથે એકસીડન્ટ કરી માથાના ભાગે ગંભીર ઇજા પહોંચાડતા યુવકનું સ્થળ ઉપર જ મોત નિપજાવ્યું હતું. જ્યારે મોટર સાયકલ પાછળ બેઠેલ વ્યક્તિને માથાના ભાગે, ડાબા સાથળના ભાગે તથા જમણા ખભાના ભાગે ફેકચર જેવી ઇજા પહોચાડી એકસીડન્ટ કરી આરોપી નજીકના પોસ્ટેમા જાણ કર્યા વગર સ્વીફટ કાર સ્થળ ઉપર મુકી નાશી જતા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સિફ્ટ કાર ચાલક વિરૂધ્ધ ગુન્હો દાખલ કરાવવામાં આવ્યો છે.