Saturday, December 28, 2024
HomeGujaratહિટ એન્ડ રન : પીપળી-જેતપર હાઇવે પર ટ્રકે બાઈકને હડફેટે લેતા પિતા...

હિટ એન્ડ રન : પીપળી-જેતપર હાઇવે પર ટ્રકે બાઈકને હડફેટે લેતા પિતા તથા બે બાળકો ઈજાગ્રસ્ત

મોરબીમાં હિટ એન્ડ રનની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં પીપળી-જેતપર હાઇવે પર ટ્રક ડમ્પરના ચાલકે પોતાનું વાહન પૂર ઝડપે ચલાવી આવી મોટરસાઈકલને હડફેટે લઈ મોટરસાઈકલ સવાર પિતા તથા તેના દીકરા-દીકરીને ઇજા પહોંચાડી ટ્રક ડમ્પરનો ચાલકે ફરાર થઈ જતા સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીનાં રામ મંદિર પાછળ, જુની પીપળી ગામે રહેતા મૂળ જામનગરનાં હીરેનભાઇ ભરતભાઇ રાઠોડ ગત તા.૨૮/૦૯/૨૦૨૩ ના રાત્રીના સમયે પોતાનું GJ-10-BE-9503 નંબરનું બજાજ કંપનીનુ પ્લેટીના મોટર સાયકલ લઈ પોતાના દીકરા-દીકરી સાથે પળી થી જેતપર તરફના રોડ પર જતા હોય ત્યારે GJ-36-V-4009 નંબરનાં ટ્રક ડમ્પરના ચાલકે તાના હવાલા વાળુ ડમ્પર પુર ઝડપે અને ગફલતભરી અને મનુષ્યની ઝોખમાય તે રીતે ચલાવી ફરિયાદીના મોટરસાઈકલની સામેની સાઇડથી આવી મોટર સાઇકલની સાઇડમા આવીને પોતાનુ ટ્રક ડમ્પર ભટકાડતા ફરિયાદીના દિકરા-દિકરીને સામાન્ય ઇજાઓ તથા ફરીયાદીને ડાબા પગમા તથા ડાબા હાથની બીજી આંગળીના ભાગે ફ્રેકચર જેવી ગંભીર ઇજા તથા માથાના કપાળના ભાગે ટાંકા જેવી ઇજાઓ પહોંચાડી ટ્રક ડમ્પર ચાલક ડમ્પર છોડી નાસી જતા સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!