Wednesday, January 8, 2025
HomeGujaratહિટ એન્ડ રન : મોરબીમાં પુરપાટ ઝડપે જતા ટ્રકે મોટરસાઈકલને હડફેટે લેતા...

હિટ એન્ડ રન : મોરબીમાં પુરપાટ ઝડપે જતા ટ્રકે મોટરસાઈકલને હડફેટે લેતા આધેડનું મોત

મોરબીમાં ટ્રકે ફરી યમદૂત બની એક આધેડની જિંદગી હોમી લીધી હોવાની ઘટના સામે આવી છે. જેમાં મોરબી-વાકાનેર નેશનલ હાઈવે રોડ પર પુરપાટ ઝડપે જતા ટ્રકે મોટરસાઈકલને હડફેટે લઈ મોટરસાઈકલ ચાલક પર ટ્રક ફેરવી દેતા મોટરસાઈકલ ચાલક આધેડનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જે સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં મૃતકનાં પુત્ર દ્વારા ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીમાં મહેન્દ્રનગર, પ્રભુકૃપા રસીડેન્સી, બાલાજી હોમ્સ, એ-૩૦૨ ખાતે રહેતા મૂળ પોરબંદરનાં હિતભાઇ રાજેશભાઇ ફળદુના પીતા રાજેશભાઇ રતીલાલ ફળદુ ગઈકાલે સવારના સમયે પોતાની GJ-36-AG-8471 નંબરની મોટરસાઈકલ લઇ મોરબી તાલુકાનાં લાલપર ગામ પાસે મોરબી-વાકાનેર નેશનલ હાઇવે રોડ શ્યામ હોટલની સામેના ભાગેથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે RJ-07-GC-2371 નંબરના ટ્રક ટેઈલરનાં ચાલક આરોપીએ પોતાના હવાલા વાળુ ટ્રક ટેઇલર પુરઝડપે અને ગફલતભરી રીતે માણસોની જીંદગી જોખમાય તે રીતે ટ્રકની આગળ જતા રાજેશભાઇના મોટર સાયકલને પાછળથી હડફેટે લેતા આધેડ રોડ પર પડતા તેમની ઉપર ટ્રક ટેઇલરના ટાયર ફરી વળતા સ્થળ પર તેમનું મોત નીપજ્યું હતું. જયારે ટ્રક ટેઇલરનો ચાલક ટ્રક મુકીને નાશી જતા સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!