Saturday, December 21, 2024
HomeGujaratહિટ એન્ડ રન:મોરબી-માળીયા હાઇવે રોડ ઉપર અજાણી કારે પલ્સર બાઇકને હડફેટે લેતા...

હિટ એન્ડ રન:મોરબી-માળીયા હાઇવે રોડ ઉપર અજાણી કારે પલ્સર બાઇકને હડફેટે લેતા આશાસ્પદ યુવકનું મૃત્યુ

મોરબીમાં વધુ એક હિટ એન્ડ રન અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. જેમાં વતનથી પરત પલ્સર બાઇક ઉપર આવતા આશાસ્પદ યુવકનું અજાણી સફેદ કારની ઠોકરે માથામાં તથા છાતીના ભાગે ગંભીર ઇજાઓ કારણે મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જી સફેદ કાર ચાલક પોતાની કાર લઈને સ્થળ ઉપરથી નાસી ગયો હોય. ત્યારે મૃતકના પિતા દ્વારા આરોપી અજાણી કારના ચાલક વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના પીપળી ગામ નજીક આવેલ શિવપાર્ક-૨ સોસાયટીમાં રહેતા મૂળ સુ.નગર જીલ્લાના ફુલગામનો વતની ૨૮ વર્ષીય અશ્વિનભાઈ ધીરજભાઈ નાગડુકીયા ગઈ તા. ૧૩/૦૯ના રોજ પોતાના વતન ફુલગામથી બજાજ પલ્સર બાઇક રજી.નં. જીજે-૩૬-એજી-૮૦૬૦માં મોરબી પરત આવતા હોય ત્યારે મોરબી-માળીયા હાઇવે ફન હોટલ પાસે એક સફેદ કલરની કારના ચાલકે પોતાની કાર પુરગતિએ તથા ગફલતભરી રીતે ચલાવી અશ્વિનભાઈને બાઇક સહિત હડફેટે લેતા અશ્વિનભાઈને માથામાં તથા છાતીમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. જ્યારે ઉપરોક્ત કાર ચાલક પોતાની કાર લઈને અકસ્માત થયાના સ્થળેથી નાસી ગયો હતો. ત્યારે અશ્વિનભાઈને બેભાન અવસ્થામાં ૧૦૮ મારફત મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવેલ હોય જ્યાં ટૂંકી સારવારમાં અશ્વિનભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. હાલ સમગ્ર અકસ્માતના બનાવ અંગે મૃતક અશ્વિનભાઈની અંતિમ ક્રિયાની વિધિ પૂર્ણ કરી તેમના પિતા ધીરજભાઈ છગનભાઇ નાગડુકીયા દ્વારા મોરબી સીટી બી ડિવિઝનમાં આરોપી અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!