મોરબીમાં હિટ એન્ડ રનની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં મોરબી તાલુકાના બંધુનગર ગામની સીમમા આવેલ વેરોના સિરામિક કારખાનાની લેબર કોલોની સામેથી રોડ ક્રોસ કરાતી વેળાએ અજાણ્યા વાહન ચાલકે યુવકને હડફેટે લેતા યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જેને લઈ મૃતકના સંબંધીએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે.
મળતી માહિતી અનુસાર, વાંકાનેરમાં માટેલ રોડ લીજોરા સિરામિક કારખાનાની લેબર કોલોનીમા રહેતા મૂળ ઉત્તરપ્રદેશનાં ગેંદાલાલ કેદારનાથ ગોલહઇના સંબંધી સંતોષ કેદાર પાલ (રહે હાલ બંધુનગર ગામની સીમમા આવેલ વેરોના સિરામિક કારખાનાની લેબર કોલોનીમા તા.જી. મોરબી મૂળ ઉત્તરપ્રદેશ) ગત તા. ૩૧/૧૦/૨૦૨૩ ના સાંજના સમયે મોરબી તાલુકાના બંધુનગર ગામની સીમમા આવેલ વેરોના સિરામિક કારખાનાની લેબર કોલોની સામે વાંકાનેર-મોરબી નેશનલ હાઇવે રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે અજાણ્યા વાહન ચાલકે પોતાનું વાહન પૂર ઝડપે ચલાવી સંતોષભાઈ હાઇવે રોડ ક્રોસ કરતો હતો તે દરમ્યાન હડફેટે લેતા સંતોષભાઈનું મોત નીપજ્યું હતું. જયારે આરોપી સ્થળ પરથી વાહન લઈ ફરાર થઇ જતા સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.