મોરબીમાં અકસ્માતોના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં નંબર પ્લેટ વગરની સ્વીફટ કારનાં ચાલકે એકસેસ ચાલકને હડફેટે લેતા એકસેસ ચાલક યુવક ગંભીર રીતે ઘવાયો હતો.
મળતી માહિતી અનુસાર, મોરબીના રાધેક્રિષ્ન એપાર્ટમેન્ટ બ્લોક નં-૪૦૧ સુર્યકીર્તિ સોસાયટી કેનાલ રોડ પર રહેતા દિવ્યાંશુભાઇ રમેશભાઇ ભિમાણી નામના ૨૦ વર્ષીય યુવક ગત તા-૨૩/૧૨/૨૦૨૦ ના રોજ રવાપર રોડ પર આવેલ નરસંગ ટેકરી પાસેથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે વળાંક પાસે એક નંબર પ્લેટ વગરની સ્વીફટ ફોરવીલ ગાડીના ચાલકે પોતાની કાર પુરઝડપે ચલાવી ફરીયાદીની સુઝુકી કંપનીની GJ-36-AE-0150 નંબરની એકસેસને સામેના ભાગેથી અથડાવી દીધી હતી. જેના કારણે ફરિયાદીને જમણા પગે તેમજ જમણા હાથે પહોંચી હતી. જ્યારે આરોપી કાર ચાલક અકસ્માત સર્જી ફરાર થઈ જતા સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ઇ.પી.કો કલમ-૨૭૯, ૩૩૭,૩૩૮ તથા એમ.વી.એકટ ૧૭૭,૧૮૪,૧૩૪ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.