મોરબીમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં મોરબીના રાજપર રોડ પર જતા રાહદારીને ઈકો કારનાં ચાલકે હડફેટે લેતા રાહદારી યુવક ગંભીર રીતે ઘવાયો હતો. જેને લઈ તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જયારે આરોપી કાર લઈ નાશી જતા સમગ્ર મામલે ઈજાગ્રસ્ત યુવકના પિતા દ્વારા મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
સકત શનાળા ઓમ શાંતી સ્કુલ બાજુમાં જાદવજીભાઈ ફુલતરીયાની વાડીમાં રહેતા કરણભાઈ જુવાનશી માવડાએ મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં હિટ એન્ડ રનની ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, જીજે-૦૩-એચ.કે-૩૧૧૮ નંબરની સફેદ કલરની ઈકો કારના ચાલકે પોતાની કાર પુર ઝડપે ચલાવી લાવી ફરિયાદીના દીકરા અશ્વીન તથા દીકરી રેતાબેન સાથે રોડ ઉપર પગે ચાલતા જતા હતા. તે વખતે સામેથી અશ્વીનને ઈકો ચાલકે ટક્કર મારી નિચે પછાડી દઈ મોઢાના બંન્ને સાઈડના જડબાના ભાગે ઈજા કરી તેમજ શરીરે નાની મોટી ઇજાઓ કરી પોતાનું વાહન લઈ નાશી ગયેલ છે. જેને પોલીસે સમગ્ર મામલે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.