ટંકારા રાજકોટ હાઇવે પર હિટ એન્ડ રનની ઘટના પ્રકાશમાં આવી હતી. જેમાં રિક્ષાને અજાણ્યા કાર ચાલકે ટક્કર મારી હતી. જેના કારણે રીક્ષામાં સવાર લોકોને ઈજાઓ પહોંચવા પામી હાટી. ત્યારે બનાવને પગલે અજાણ્યા કાર ચાલક વિરુધ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી પ્રમાણે, ટંકારા રાજકોટ હાઇવે આર્ય વિધ્યાલયથી એકાદ કીમી ટંકારા તરફ રોડ ઉપર જગાભાઇ વેલજીભાઇ બાંભવા રીક્ષા ચલાવી જઈ રહ્યાં હતાં. ત્યારે જી.જે 36 એલ 0553 નંબરના ફોર વ્હીલ કારના ચાલકે પોતાના હવાલા વાળી કાર ફુલ સ્પીડે અને ગભલતભરી રીતે ચલાવી ફરીયાદીની જી.જે 36 યુ 2092 નંબરની રીક્ષાને પાછળથી ઠોકર મારતાં રીક્ષામાં બેઠેલ ખુશીબેન હીરાભાઇ ગોગરા, પુજાબેન ઇન્દુભાઇ ખીટ, ભારતીબેન લખાભાઇ પારધી તથા કુણાલ બળવંતભાઇ ભોરડીયાને ઇજાઓ પહોંચી હતી. જયારે ખુશીબેન હીરાભાઇ ગોગરાને ડાબા પગે ઢીચણ નીચે તથા કિષ્નાબેન બાધાભાઇ ખીટને ડાબા પગે પોચાના ભાગે ફેકચર જેવી ઈજાઓ પહોંચતા તેઓને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. તેમજ સમગ્ર મામલે ટંકારા પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુધ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.