ગુજરાતમાં માર્ગ અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધતી જાય છે. જેમાં અનેક લોકો પોતાનો જીવ ગુમાવતા હોય છે. આવી જ એક ઘટના મોરબીના લાલપર ગામ નજીક બની છે. પરંતુ સદ્નસીમાં આ બનાવમાં કોઈ પણ જાનહાની થઈ નથી. જયારે એક બાઈક ચાલકને ગંભીર ઈજાઓ થતા તેને સારવારમાં ખસેડાયો છે.
બનાવ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબી તાલુકાનાં લાલપર ગામ નજીક શીવમ વે બ્રીજ સામે વાકાનેર મોરબી નેશનલ હાઇવે રોડ ઉપર ગત તા-૨૩/૦૩/૨૦૨૩ ના સવારના આશરે સાડા દસેક વાગ્યાની આસપાસ કાળુભાઇ ભુપતભાઇ છાત્રોટીયા (રહે-ખોડીયાર સોસાયટી થાનગઢ જી-સુરેન્દ્રનગર) પોતાનું જી-જે-૦૧-જે-કયુ-૫૯૯૬ નંબરનું મોટર સાઇકલ લઇ મોરબી વાકાનેર હાઇવે રોડ ઉપર લાલપર ગામથી વાકાનેર તરફ જતા હતા. ત્યારે લાલપર ગામથી આગળ શીવમ વે બ્રીજ સામે પહોચતા આગળ એક ટ્રક કન્ટેનર ડિવાઇડર પાસે વળવા માટે ઉભુ હોય જેથી ફરિયાદી કાળુભાઇએ તેનુ મોટર સાઇકલ ટ્રકને ઓવર ટેક કરવા જતા અચાનક ટ્રક કન્ટેનરના ચાલકે તેનુ ટ્રક વાળતા ફરિયાદીના મોટર સાઇકલની ડાબી બાજુ એકસીડન્ટ કરતા ફરિયાદીને ડાબા પગના પંજાના ભાગે ગંભીર ઇજા થતા પ્રથમ મોરબી સીવીલ હોસ્પીટલ ખાતે અને ત્યાથી વધુ સારવાર માટે રાજકોટ સીવીલ હોસ્પીટલ ખાતે દાખલ કરતા હાલ તેઓની સારવાર ચાલી રહી છે. ત્યારે આરોપીએ પોતાનું જી-જે-૦૩-એ-ઝેડ-૧૧૬૪ નંબરનું ટ્રક કન્ટેનર એકસીડન્ટ કરી સ્થળ ઉપર મુકી નાશી જતા સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.