મોરબી તાલુકાના વીરપરડા ગામની સીમમાં પીપળીયાથી આમરણ જતા હાઇવે રોડ પર હિટ એન્ડ રનની ઘટના બનવા પામી છે. જેમાં યુવક ઇટાલવા કારખાનાની સામે પહોચતા આમરણ બાજુથી આવતી એક કારનાં ચાલકે યુવકને પાછળથી ઠોકર મારતા યુવકનું મોત નીપજ્યું હતું. જે સમગ્ર મામલે યુવકના ભાઈ દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરાવવામાં આવી હતી.
મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકાના વીરપરડા ગામની સીમમાં પીપળીયાથી આમરણ જતા હાઇવે રોડ પર ગત તા.૦૭/૦૯/૨૦૨૩ના રોજ રાત્રીના સવા નવેક વાગ્યાની આસપાસ ફરિયાદી અમીત નારાયણ મહલદારના ભાઈ લાલુ મહલદાર ઇટાલવા કારખાના સામે આવેલ ઇંડાની લારીએથી ઇંડા લઈને ચાલીને પાછા લેમંજા પેપરમીલે તેના રૂમે આવતા હતા ત્યારે ઇટાલવા કારખાનાની સામે પહોચતા આમરણ બાજુથી આવતી એક અજાણી ફોરવીલ કારનાં ચાલકે પોતાની ફોરવીલ કાર પુરઝડપે અને બેફીકરાઇથી માનવ જીંદગી જોખમાઇ તેમ ચલાવી ફરીયાદીના ભાઇ લાલુને પાછળથી ઠોકર મારી ફરીયાદીના ભાઇનું મૃત્યુ નિપજાવી પોતાની ફોરવીલ કાર લઇને નાશી છૂટતા મોરબી તાલુકા પોલીસે સ્ટેશને અજાણ્યા કાર ચાલક વિરૂધ્ધ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.