મોરબીના કંડલા બાયપાસ રોડ નજીક આવેલા મચ્છુ 3 પાસેની જૂની આરટીઓ કચેરી પાસે મોડી સાંજે હિટ એન્ડ રનની ઘટના બની છે જેમાં વ્હાઇટ કલરની જીજે ૦૩ સીઆર ૭૮૦૭ નંબરની સ્વીફ્ટ કારે એક હીરો સ્પ્લેન્ડર ને હડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો આ ગોઝારા અકસ્માતમાં બાઇકસવાર ભરત માનસિંગભાઈ પારઘી (ઉ.વ.૧૮, રહે.અમરેલી) નું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે બાઇકમાં સવાર અન્ય બે વ્યક્તિઓ પંકેશભાઈ અને અનિલભાઈને ગંભીર ઈજાઓ થતા પ્રથમ મોરબી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જો કે અનિલભાઈ નામના વ્યક્તિને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા છે ત્યારે આ ત્રિપલ સવારી બાઈક ચાલક અનિલભાઈ અને પંકેશ તેમજ ભરત સહિતના બંને ખેતમજૂરો સાથે પોતાની વાડી મજૂરી માટે દેખાડવા માટે લઈ ગયા હતા જેમાં બન્નેને પરત ઘરે મુકવા જતા જતા ત્યારે સર્જાયો અકસ્માત નડ્યો છે જેમાં ભરતભાઈ નામના વ્યક્તિના મૃતદેહને સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે જો કે આ બનાવમાં હજુ કોઈ સત્તાવાર ફરિયાદ નોંધાઇ નથી પરંતુ એક વાત ચોક્કસથી છે કે ગરીબોના મોત થતા હાલ સુધી બીટના પીએસઆઇ વિપુલ કોઠીયા દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી સાથે જ પીએસઆઇ દ્વારા ગાડીનો ચાલક પણ નશામાં છે કે કેમએ અંગે પણ હાલ કોઈ તપાસ કરવામાં આવી નથી ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં દારૂનું ધોમ વેચાણ થાય છે ત્યારે મોટા અકસ્માતમાં તાબડતોબ પહોંચી જતા બીટના પીએસઆઇની ગરીબોના મોતમાં ગેરહાજરી જોવા મળી હતી.જો કે બાદમાં આ બનાવની પીઆઈ એમ આર ગોઢાણીયાને જાણ થતાં તુરંત જ બનાવની નોંધ કરવા તજવીજ શરૂ કરી દીધી છે.