Friday, December 27, 2024
HomeGujaratહિટ એન્ડ રન : હળવદ માળીયા હાઇવે ઉપર કારે મોટરસાઈકલને ઠોકર મારતા...

હિટ એન્ડ રન : હળવદ માળીયા હાઇવે ઉપર કારે મોટરસાઈકલને ઠોકર મારતા વૃદ્ધનું મોત

હળવદમાં હિટ એન્ડ રનની વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં પુરપાટ ઝડપે જતી કારે મોટરસાઈકલને હડફેટે લેતા મોટરસાઈકલ ચાલક વૃધ્ધને ગંભીર ઈજાઓ પહોંચતા વૃધ્ધનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જયારે આરોપી પોતાની કાર મૂકી નાશી જતા સમગ્ર મામલે હળવદ પોલીસ સ્ટેશનમાં મૃતકનાં પુત્ર દ્વારા ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, હળવદનાં રણજીતગઢ ખાતે રહેતા રમેશભાઇ બાવલભાઇ કારોડીયાના પિતા બાવલભાઇ કારોડીયા ગત તા-૨૮/૧૦/૨૦૨૩નાં રોજ સાજના સમયે પોતાની GJ-13-H-1113 નંબરની મોટરસાઈકલ લઈ હળવદ માળીયા હાઇવે ઉપર રણજીતગઢ ગામના હરિક્રુષ્ણ ધામ મંદિર સામે રોડ ઉપરથી પસાર થઈ રહેલ હોય ત્યારે GJ-12-FD-0391 નંબરની કિયા કારનાં ચાલકે પોતાની કાર પુરઝડપે અને બેફીકરાઇપૂર્વક મનુષ્યની જીંદગી જોખમાય તે રીતે ચાલાવી બાવલભાઇની મોટરસાઈકલ સાથે ભટકાડતા તેઓને માથાના ભાગે ગંભીર ઇજા થતા સારવાર દરમ્યાન તેમનું મોત નીપજ્યું હતું. જયારે આરોપી કાર મૂકી ફરાર થઈ જતા સમગ્ર મામલે હળવદ પોલીસ સ્ટેશનમાં મૃતકનાં પુત્ર દ્વારા ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!