Wednesday, January 8, 2025
HomeGujaratહિટ એન્ડ રન : મોરબીના લાલપર ગામની સીમમાં ટ્રકે બાઇકને હડફેટે લેતા...

હિટ એન્ડ રન : મોરબીના લાલપર ગામની સીમમાં ટ્રકે બાઇકને હડફેટે લેતા એકનું મોત, એક ઈજાગ્રસ્ત

મોરબીમાં હિટ એન્ડ રનની વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં પુરપાટ ઝડપે જતા ટ્રકે મોટરસાઈકલને હડફેટે લેતા મોટરસાઈકલ સવાર એક યુવક ઈજાગ્રસ્ત થયો હતો. જયારે અન્ય એક શખ્સ ઉપર ટ્રક ટેઇલરનો ટાયર ફરી વળતા તેનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જે સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, સુરેન્દ્રનગરનાં જુની ખડપીઠ, શક્તિ સોસાયટી, થાનગઢ ખાતે રહેતા દેવજીભાઇ મથુરભાઇ જાદવ ગત તા-૧૨/૧૦/૨૦૨૩ ના સાંજના સમયે તેમના કાકા ભુપતભાઇ વજાભાઇ સાથે ભુપતભાઇના GJ-13-LL-4072 નંબરનાં મોટરસાઇકલ પર મોરબી તાલુકા લાલપર ગામની સીમ મોરબી વાંકાનેર નેશનલ હાઈવે રોડ ઓમકાર પેટ્રોલપંપની સામેના ભાગે હાઇવે રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે અજાણ્યા ટ્રક ટેઇલરના ચાલકે પોતાના હવાલાવાળુ ટ્રક ટેઇલર પુરઝડપે અને ગફલતભરી રીતે માણસોની જીંદગી જોખમાય તે રીતે ચલાવી ફરિયાદી તથા તેના કાકા ભુપતભાઇના મોટર સાયકલને પાછળથી હડફેટે લેતા મોટર સાયકલ તથા મોટર સાયકલ પાછળ બેસેલ ફરિયાદીના કાકા ભુપતભાઇના શરીર ઉપર ટ્રક ટેઇલરનો ટાયર ફરી વળતા સ્થળ પર મોત નીપજાવતા તથા ફરિયાદીને જમીન ઉપર પડી જતા પગમા તથા શરીરે સામાન્ય મુંઢ ઇજાઓ પહોચાડીને ટ્રક ટેઇલરનો ચાલક ટ્રક લઇને નાશી જતા સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!