દુનિયામાં હાલ એક પછી એક ભયંકર રોગોથી વ્યક્તિ પીડાતો બન્યો છે. જેમાંનો ખતરનાક રોગ ગણી શકાય તેવો HIV અને ટીબી છે. આપણાં દેશમાં આ બન્ને રોગને નિયંત્રણ કરવા માટે સરકારે અનેક ઝુંબેશ હાથ ધર્યા છે. જે અંતર્ગત આજે મોરબી સબ જેલનાં નવા આવેલ બંદિવાન આરોપીઓનાં ટી.બી. અને એચ.આઇ.વી. ટેસ્ટિંગ તેમજ નીદાન કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું હતું.
મોરબી સબ જેલનાં અધિકારીઓના જણાવ્યા અનુસાર, આજે તા.૧૭/૦૩/૨૦૨૩ના રોજ મોરબી સબ જેલ ખાતે સુભિક્ષા પ્રોગ્રામ અંતર્ગત જેલમાં નવા આવેલ આરોપીઓને ટી.બી. અને એચ.આઇ.વી. ટેસ્ટિંગ તેમજ નીદાન કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમા જેલના બંદિવાન ભાઇઓનું મેડિકલ ચેકઅપ કરવામાં આવેલ તેમજ ટી.બી તથા એચ.આઇ.વી.ના લક્ષણો, થવાના કારણો અને નિવારણ માટેની જાણકારી આપવામાં આવેલ આ પ્રોગ્રામને સફળ બનાવવા જેલ અધિક્ષક ડી.એમ.ગોહેલ તેમજ જેલર પી.એમ.ચાવડા હાજર રહેલ હતા.