Friday, December 27, 2024
HomeGujaratમોરબી તાલુકા પોલીસના કોન્સ્ટેબલની કાબીલેદાદ કામગીરી બદલ ગૃહ મંત્રી હર્ષ સંઘવી એ...

મોરબી તાલુકા પોલીસના કોન્સ્ટેબલની કાબીલેદાદ કામગીરી બદલ ગૃહ મંત્રી હર્ષ સંઘવી એ પાઠવી શુભેચ્છા

2019 માં ચોમાસાની ઋતુ દરમિયાન મોરબી જિલ્લામાં ત્રાટકેલા ભારે વરસાદને પગલે ઠેર ઠેર પુરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. આ કપરી સ્થિતિમાં અનેક લોકો પુરમાં ફસાયા હતા જેમાં ટંકારાના કલ્યાણપર ગામે પુરના પાણીમાં બે બાળકો ફસાયા હોવાની ટંકારા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ જાડેજાને જાણ થતાં ઘડી ભરનો પણ વિલંબ કર્યા વગર તાત્કાલિક બે બાળકીને પોતાના ખભે બેસાડીને જીવના જોખમે રેસ્ક્યુ કર્યું હતું. પોલીસ કોન્સ્ટેબલ પૃથ્વીરાજ જાડેજાની આ સાહસ ભરી અને અનુકરણીય, કાબીલેદાદ કામગીરીને સમગ્ર પંથકના લોકોએ બિરદાવી હતી તથા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા પણ તેઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા જ્યારે હાલમાં જ નવા ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા પણ તેઓના આ સહસભર્યા કાર્યને ટ્વીટ કરી બીરદાવવામાં આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

ઉલ્લેખનીય છે કે મોરબીના ટંકારા પોલીસ મથકમાં ફરજ બજાવતા પૃથ્વીરાજસિંહ જાડેજા હાલ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરજ બજાવી રહ્યા છે.જેને સાહસભરી કામગીરી બદલ ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ શુભેચ્છાઓ પાઠવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!